જામનગરમાં દયાનંદ ક્ધયા વિદ્યાલયના 78 માં સ્થાપના દિવસે આર્યઆભા સન્માન

આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલય નો 78 મો સ્થાપના દિવસ ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગર ના પ્રમુખ દીપકભાઈ ઠક્કર ના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યો. શાળાની અલગ-અલગ ક્ષેત્રમાં તેમનું નામ રોશન કરી રહેલા પૂર્વ વિદ્યાર્થીની બહેનો પૈકી સાત બહેનોનુ આર્ય આભા પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યુ. આર્યઆભા તરીકે ડો. સ્નેહાબેન વઢવાણા, શ્રધ્ધાબેન દવે, શ્રી મીતાબેન ચગ, કૃપાબેન અંબારીયા, ધર્મિષ્ઠાબા ગોહિલ, આરતીબેન નાંઢા, નું ઉપવસ્ત્ર, સન્માન પત્ર, શુભેચ્છા ભેટ તેમજ પુસ્તક ભેટ થી સન્માન કરવામાં આવેલ.ઉપરોક્ત સન્માન આર્યસમાજ જામનગર ના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, માનદ્ મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ વિનોદરાય નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, શ્રીમદ દયાનંદ ક્ધયા વિદ્યાલય માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા, અને પ્રાથમિક વિભાગ ના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના ટ્રસ્ટી કરશનભાઈ ડાંગર, રતનબાઇ ક્ધયા વિદ્યાલય અને ગંગાજળા વિદ્યાપીઠ અલીયાબાડા ના ટ્રસ્ટી દિલીપભાઈ આશર, જી.ડી.શાહ હાઇસ્કૂલ ના ટ્રસ્ટી જતીનભાઈ શાહ અને જામનગર જીલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરાના હસ્તે કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ