જામનગર, તા.31
જામનગર મહાનગર પાલિકાનું આગામી નાણાકીય વર્ષ માટે નું રૂ. 689 કરોડ 80 લાખનું બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી સમક્ષ રજૂ કર્યું હતું રૂ. 170 કરોડ 90 લાખ ની બંધ પુરાંત વાળા આ બજેટમાં 18 કરોડ 90 લાખ નો કરબોજ દર્શાવાયો છે હવે આ બજેટ ઉપર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ચર્ચા વિચારણા અને સુધારા-વધારા કરવામાં આવ્યા પછી તેને આખરી મંજૂરી માટે મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આગામી સમય માં રજૂ થશે.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે સુભાષ જોષીના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં મેયર હસમુખ જેઠવા, ડે. મેયર કરસન કરમુર તેમજ સમિતિના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ વર્ષ 2020-2021 નું રૂ. 689 કરોડ 90 લાખ ખર્ચનું વાર્ષિક અંદાજપત્ર કમિટીમાં રજૂ કર્યુ હતું. આ બજેટમાં 170 કરોડ 90 લાખની બંધ પુરાંત દર્શાવવામાં આવી છે.
બજેટ ની રૂપરેખા જોઈએ તો 252.57 કરોડ ઉઘડતી પુરાંત,સ્વ ભંડોળ ની આવક રૂ.201.90 કરોડ, ગ્રાન્ટ ની આવક રૂ.81.10 કરોડ, કેપિટલ સ્વ.ભંડોળ આવક રૂ.35.20 કરોડ, કેપિટલ ગ્રાન્ટ આવક રૂ.228.80 કરોડ, અનામત આવક રૂપિયા 45 .90 કરોડ એડવાન્સ આવક 14.33 કરોડ , મળી કુલ રૂ.608.13 કરોડ મળી ઉઘડતી સિલ્ક સહ રૂ.860.70 કરોડ, સાથે મહેસુલી ખર્ચામાં સ્વભંડોળ માં રૂ 270.90 કરોડ, ગ્રાન્ટ ખર્ચ રૂપિયા 26.65 કરોડ, કેપિટલ સ્વભંડોળ ખર્ચ રૂપિયા 18.45 કરોડ ,કેપિટલ ગ્રાન્ડ ખર્ચ રૂ.319.10 કરોડ અનામત 42. 10 કરોડ, એડવાન્સ ખર્ચ રૂ. 12.60 કરોડ, કરોડ મળી કુલ 689.80 કરોડના ખર્ચ અને બંધ પુરાંત 170.90 કરોડ દર્શાવાય છે.
મહેસુલી ખાધને પહોંચી વળવા અને અન્ય જવાબદારીઓ નિભાવવા માટે તથા શહેરને વધુ સુવિધા સભર બનાવવા આગામી બજેટ માં કર દર માં વધારો કરવો જરૂરી છે તેમ કમિશનર બજેટ પ્રસ્તાવનામાં જણાવ્યું છે. જામનગર મહાનગરપાલિકાએ પાણી ખર્ચ પેટે અલગ-અલગ વિભાગો અને કુલ રૂપિયા 372 કરોડ પાંચ લાખની રકમ ચૂકવવાની બાકી છે.
દેશમાં કર દર માં વધારો સૂચવ્યો છે તેમાં ભૂગર્ભ ગટર ના ચાર્જ માં .રહેણાંક વિસ્તાર માં હાલના વસૂલાતા રૂપિયા 700 બદલે રૂપિયા 1000 સુચવાયા છે તો બિન વિસ્તાર માટે હાલમાં રૂપિયા 1800 ને બદલે રૂપિયા 2000 નો દર વસૂલવા સૂચવાયું છે. કેવી રીતે પાણીવેરાના હાલના દર રૂપિયા 1050 ના સ્થાને રૂપિયા 200 વધારો કરીને રૂપિયા 1250 નવોદર સૂચવાયો છે તો સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ રહેણાંક માં 25 ના બદલે 35,બિન રહેણાંક માં 50 ના સ્થાને રૂ 60 અને અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં 60 ના બદલે રૂ.85 નો દર વસૂલવા સુચવાયું છે.
કરદરના વધારાથી મિલકતવેરામાં રૂપિયા 15 કરોડ પાણીવેરામાં કરોડ રૂપિયા બે કરોડ, ભૂગર્ભ ગટર માં રૂ 15 લાખ, અને વહીકલ ટેક્સ માંથી રૂ.75 લાખની વધુ આવક થશે. જામનગર મહાનગરપાલિકાની જવાબદારીમાં લોન રૂપિયા રૂ.2769.53 લાખ ની છે તો કુલ લેણું રૂ 435 કરોડ 49 લાખ બાકી છે.
આ બજેટમાં પાણી રસ્તા ગાર્ડન પાઈપલાઈન નેટવર્ક ભૂગર્ભ ગટર 29 નવી ટીપી સ્કીમો , મીની એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના અનેક વિકાસના કામો સચવાયા છે. આ અંદાજપત્ર માં સ્ટેન્ડિંગ કમિટીને બેઠકમાં સુધારા વધારા કર્યા પછી તેને આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલી આપવામાં આવશે.
