જામનગર તા. 6
જામનગરમાં આજે વહેલી સવારે એક દારૂ ભરેલી મોટરકારને પોલીસ દ્વારા આંતરવા નો પ્રયાસ કરતા ત્રણ બુટલેગરોએ પોતાની કાર રિવર્સ મા લીધી હતી અને પોલીસ ની કાર સાથે અથડાવી પોલીસમેનને કચડી નાખી ને તેમની હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો આખરે પોલીસે 1 લાખ 80 હજારની ની કિંમતનો દારૃ નો જથ્થો ભરેલી આ મોટરકારને ઝડપી લઇ એક આરોપીની ધરપકડ કરી હતી જયારે અન્ય બે આરોપીઓ નાસી ગયા હતા આ ઉપરાંત પણ એક આરોપીનું નામ આ દારૂ પ્રકરણમાં ખુલવા પામ્યું હતું પોલીસે દારૂ અને મોટર કાર કબજે કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ આ અંગેની વિગત એવી છે કે જામનગર પોલીસ ને બાતમી મળી હતી દારુ નો જથ્થો ભરેલી મોટરકાર શહેરના વામ્બે આવાસ યોજના ના મકાન પાસે થી પસાર થનાર છે. આથી પોલીસ ટુકડી આજે વહેલી સવારે ચાર વાગ્યે વોચમાં ગોઠવાઈ હતી. આ દરમિયાન
જી.જે.27,બી એસ. 0412 નંબરની ફોચ્ર્યુનર મોટર કાર શંકાસ્પદ હાલતમાં કથા અન્ય કારમાં રહેલા પોલીસ કાફલાએ એના પીછો કર્યો હતો આ દરમિયાન આરોપીઓએ પોતાની મોટરકારને રિવર્સમાં લઈને પોલીસની મોટરકારને દીવાલ સાથે અથડાવી ને પોલીસ કર્મચારીની હત્યાની પજાવવાનો પ્રયાસ કર્યો હતો
આમ છતાં પણ પોલીસે આખરે આ મોટરકાર ને ઝડપી લીધી હતી અને તલાશી લેતા તેમાંથી રૂપિયા એક લાખ એસી હજાર હજારની કિંમતની 360 નંગ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો આથી પોલીસે દારૂ અને મોટર કાર કબજે કરીને એક આરોપી રામકિશન સવંતરામ કાલીયાણા (રાજસ્થાન) ની ધરપકડ કરી હતી જ્યારે સુનિલકુમાર બાબુરામ ગોદારા( રાજસ્થાન )અને પૃથ્વીરાજ સિંહ ઉર્ફે બાબો( ચેલા તા.જામનગર )નામના બે શખ્સો નાસી છૂટયા હતા.
આ દારૂના કેસમાં પોલીસ કર્મચારીની હત્યા નિપજાવવાના પ્રયાસ અંગે પોલીસ કર્મચારી ઋષિરાજસિંહ લાલુભા જાડેજા એ ત્રણ આરોપીઓ રામકીસન,સુનિલકુમાર અને પૃથ્વીરાજસિંહ સામે હત્યા પ્રયાસ ની કલમ 307 મુજબ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે દારૂની હેરાફેરી અંગે પોલીસ કર્મચારી ઓસ્માણભાઈ સુલેમાનભાઈ ઉપરોક્ત ત્રણ આરોપી ઉપરાંત જામનગરના મયુર નગર માં રહેતા વિજય માણેક સહિત ચાર સામે દારૂબંધી ભંગ બદલ અલગથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ અંગેની તપાસ પોલીસ ઇન્સ. એમ જે જલુ ચલાવી રહ્યા છે.
