જામનગરનો બ્રેઇનડેડ યુવાન ત્રણ વ્યકિતમાં જીવીત રહેશે

જામનગર તા.10
જામનગર જિલ્લા ના લાલપુર તાલુકાના મોટી ખાવડી ના એક યુવાનને વાહન અકસ્માતમાં બ્રેઈન હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી બ્રેઈન ડેડ થઈ ગયા પછી તેના પરિવારજનો દ્વારા અંગદાન ની જાહેરાત કરવામાં આવી હતી અને અમદાવાદના સ્પેશિયલ તબીબોની ટુકડી આજે સવારે જામનગર આવી પહોંચી હતી અને બ્રેઈન્ડેડ યુવાનના શરીરમાંથી બે કીડની અને
લીવરને ઓપરેશન મારફતે મેળવી લઈ તબીબોની ટુકડી સ્પે.એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ રવાના થઈ ગઈ છે. જ્યાં ત્રણ વ્યક્તિને આ અંગો પ્રત્યારોપણ કરવા માં આવસે આમ ત્રણ વ્યક્તિઓ ને નવજીવન મળશે.
જામનગર નજીક ના મોટી ખાવડી ગામમાં રહેતા અને મજૂરી કરતા દિનેશ વલ્લભભાઈ વાઘેલા નામના 30 વર્ષના યુવાનને ગત શુક્રવારે મોટીખાવડી ગામના પાટિયા પાસે પૂરપાટ વેગે આવી રહેલા એક રિક્ષા છકડાના ચાલકે ટક્કર મારી દેતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેને હેમરેજ થઈ
ગયું હતું.
આથી આ યુવાન ને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા પછી શનિવારે રાત્રે તેને તબીબો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરાયો હતો.આ પછી તબીબો એ તેમના પરિવાર ને અંગ દાન કરવા સમજાવટ કરી હતી. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન પરિવારજનો સાથે હોસ્પિટલના તબીબોની વાટાઘાટો અને ભારે સમજાવટ પછી પરિવારજનો એ અંગ દાન આપવા માટે તૈયારી દર્શવિ હતી. અને જિલ્લા કલેકટર ની મધ્યસ્થી થી આ યુવાનના અંગદાન અંગે ના નિર્ણય વહીવટી મંજૂરી મેળવી લેવામાં આવી હતી.
આ માટે અમદાવાદના પાંચ ખાસ તબીબોની ટુકડી આજે વહેલી સવારે જામનગર આવી પહોંચી હતી અને સવારે બે કલાકના સમયગાળા દરમિયાન ઓપરેશન હાથ ધરી બ્રેન્ડેડ યુવાન દિનેશના શરીરમાંથી બે કિડની અને એક લીવર ઓપરસન કરી ને કાઢી લેવાયા હતા, અને સ્પેશિયલ બોક્સમાં મૂકીને અમદાવાદ થી જ આવેલી સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ રવાના કરી દેવાયા હતા.
જિલ્લા પોલીસ વડા દ્વારા અંગ દાન પછી અમદાવાદ તરફ જઇ રહેલી એમ્બ્યુલન્સને ઝડપભેર જામનગર થી બહાર નીકળવા માટે કોરિડોર બનાવી દેવામાં આવ્યો હતો જે અમદાવાદની ટુકડી બપોર સુધીમાં અમદાવાદ પહોંચી ગયા પછી ત્રણ અલગ અલગ વ્યક્તિના શરીરમાં બે કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને બ્રાન્ડેડ યૂવાનના અંગદાન થી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળશે.
મોટી ખાવડી ગામમાં રહેતા આ યુવાન ના અવયવો નું દાન કરી દેવાતાં તેનું મૃત્યુ નીપજયું હતું જે અંગદાન કરનાર અને 3 વ્યક્તિ ને નવજીવન આપનાર યુવક નાં ત્રણ માસુમ સંતાનો એ પિતાનું છત્ર ગુમાવ્યું છે.
જામનગરના તાલુકાના મોટી ખાવડી ગામમાં રહેતો અને ભંગાર વેચવા ની મજૂરી કરતો દિનેશ વલ્લભભાઈ વાઘેલા નામનો 30 વર્ષનો યુવાન ને એક રિક્ષા છકડાના ચાલકે તેને ટક્કર મારી દેતા હેમરેજ થઈ ગયા પછી બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. અને આજે તેના અંગોનું દાન કરાયા પછી તેને મૃત્યુ પામેલો જાહેર કરાયો હતો. જે યુવાન પોતાની પત્ની પારૂબેન ઉપરાંત ત્રણ સંતાનો અજય (ઉં. વ. 6) પૂજા (ઉં. વ.4) અને રવિ (ઉ. વ 2) સાથે રહેતો હતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
અકસ્માત સર્જનાર રિક્ષા છકડા ચાલક ભાગી છૂટયો હોવાથી મેઘપર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષા છકડા ચાલકની શોધખોળ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ