તાજેતરમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મનવર ખીજડીયા ગામે નવનિર્મિત પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ 76-કાલાવડ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, “દીકરા-દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા એ પાયાની જરૂરિયાત છે. રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી શિક્ષણની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. મનવર ખીજડીયાના બાળકો હવે આધુનિક સુવિધાઓ સભર શાળામાં અભ્યાસ કરીને ગામ અને રાજ્યનું નામ રોશન કરશે.” ગ્રામજનો દ્વારા ધારાસભ્યશ્રીનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
શાળાના બાળકો અને શિક્ષકગણમાં નવી ઈમારતને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં કાલાવડ તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ ગાંડુભાઈ ડાંગરીયા, તાલુકા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ વિરડીયા, અંબાલાલસિંહ જાડેજા, ભાજપ અગ્રણી પી. ડી. જાડેજા, છગનભાઈ સોરઠીયા, મયુરધ્વજસિંહ જાડેજા, ગૌરવભાઈ પાનસુરીયા,ગામના સરપંચ અજયસિંહ જાડેજા, ઉપસરપંચ મૂળરાજસિંહ જાડેજા, મહીપતસિંહ જાડેજા સહિતના કાર્યકર્તાઓ, ગ્રામ પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો, શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ પધારેલા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
