સિક્કામાં મહિલાને અચાનક ઉલટી થવા લાગતા સારવારમાં મૃત્યુ
જામનગર શહેરમાં એક કરુણ બનાવ સામે આવ્યો છે. મોહંમદ હુસૈન હાજીભાઈ કોરેજા (ઉંમર વર્ષ 48) દ્વારા કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. . ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ બનાવને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે આત્મહત્યાનું કારણ અકબંધ હોવાનું સામે આવ્યું છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
અન્ય બનાવામાં જામનગર જિલ્લાના સિક્કા વિસ્તારમાં એક મહિલાને અચાનક ઉલટી-ઉબકા થતા બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતક સલમાબેન અનવરભાઈ ગંઢાર (ઉ.વ. 30), રહે. શાક માર્કેટ , સિક્કા ને પોતાના ઘેર ઉલટી થવા લાગતાં બેભાન બન્યા હતા. આથી તેમને સિક્કા સીએચસી ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે પોલીસના જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.