કુલ 8 સાક્ષી અને 20 દસ્તાવેજી પુરાવા ચકાસી સ્પે. કોર્ટનો ઐતિહાસીક ચુકાદો
જામનગર ના બેડેશ્વર વિસ્તાર ની એક આઈસ ફેક્ટરીમાંથી ઝડપાયેલ રૂ. 57.49 લાખ ની પાવર ચોરી ના બનાવ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે ત્રણ ગણો એટલે કે રૂ. 1.72 કરોડ ના દંડ અને દંડ ભરપાઈ ન કરે તો એક વર્ષ ની જેલ સજા નો હુકમ કર્યો છે.
આ કેસ ની વિગત એવા પ્રકારની છે કે ગત તા. 28/11/2023 ના વિજ ચેકીંગ અધિકારી એસ.આર. વડનગરા અને તેના સ્ટાફ ધ્વારા પટેલ કોલોની સબ ડીવીઝન હેઠળ આવતાં બેડેશ્વર માં અલરઝા આઈસ ફેકટરી માં હમીદ હુશેનભાઈ ગજણ ની હાજરી માં વીજકનેકશન ચેક કરતાં તેઓ ધ્વારા તેઓ ધ્વારા ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવર ચોરી કરવામા આવતી હોવા નું જણાયું હતું. જેથી ચેકીંગ અધિકારી ધ્વારા સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર – 4 તૈયાર કરવા માં આવ્યા હતા . ત્યાર પછી સંદીપ ધીરજલાલ પરમાર ( પટેલ કોલોની સબ ડીવીઝન માં નાયબ ઈજનેર) એ આરોપી હમીદ હુશેનભાઈ ગજણ વિરૂધ્ધ જીયુવીએનએલ પો. સ્ટે. માં રૂા. 57,49,693.25 ની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટની કલમ મુજબની ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે સ્પે. કોર્ટ માં કેસ ચાલવા ઉપર આવતા સરકાર ધ્વારા કુલ – 8 સાક્ષી અને 20-દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવ્યા હતા .અને સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર એ એવી દલીલ કરેલ કે આરોપી ની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે. અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે. જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ . આ દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી. પી. અગ્રવાલ ધ્વારા આરોપી હમીદ હુશેનભાઈ ગજણ ને રૂા. 1,72,49,079 એટલે કે પાવરચોરી ની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે. અને જો આરોપી ધ્વારા 30 દિવસ માં દંડની રકમ જમા ન કરાવામાં આવે નહી તો તેને એક વર્ષ ની સજા ભોગવવા નો પણ હુકમ કરેલ છે.
આ કેસ માં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર રોકાયા હતાં.
