સ્થળ પર જ એડવાન્સ મિલકત વેરો તથા અન્ય સંલગ્ન વેરા સ્વિકારાશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 ની રીબેટ યોજના જાહેર થયેલ હોય, જે અંતર્ગત શહેરમાં નગરજનોનો મિલ્કત વેરા અને અન્ય સંલગ્ન વેરાની રકમમાં રીબેટનો લાભ મેળવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન જુદાજુદા વિસ્તાર માં ઊભી રહશે અને વેરો સ્વીકારશે.(જાહેર રજાઓ સિવાય) અને અંગે ની પહોંચ પણ સ્થળ પર જ આપવામાં આવશે. આ રીબેટ યોજના નો લાભ આપના વિસ્તાર માં આપના સ્થળે લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે. આ બાબતે જરૂર જણાયે કેશિયર ધર્મરાજસિંહ જાડેજા – ( 8160647707 ) સંપર્ક કરવા જણાવ્યું છે. જે તારીખ , સમય અને સ્થળે આ ટેક્ષ કલેક્શન વેન ઊભી રહેનાર છે. તેનો સમય સવારનાં 10:30 થી 1:30 સુધી અને બપોર નાં 3 થી 5 સુધી નો રહેશે.
તા.18 ના સવારે શરૂ સેક્શન રોડ, આશાપુરા હોટેલ પાસે અને બપોરે ખોડીયાર કોલોની, ક્રિસ્ટલ મોલ પાસે, તા.19 અનુક્રમે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે અને સત્યમ કોલોની, આહીર સમાજ 20/05 ના ગુરૂદત્તાત્રેય મંદિર, વિરલ બાગ પાસે અને પંચવટી, રવિ ઇન્ડેન ગેસ એજન્સી પાસે 21/5ના ચાંદી બજાર પોસ્ટ ઓફીસ પાસે અને દીપક સિનેમા પાસે, તા. 22/5/ ના ત્રણ દરવાજા પાસે અને અંબર ચોકડી, ક્રોમા શોરૂમ પાસે , 25/5/ ના વાલ્કેશ્વરી, આદર્શ હોસ્પિટલ પાસે અને બપોરે વાલ્કેશ્વરી, ડો.તકવાણી નાં દવાખાના પાસે , તા. 26/5/ના સવાર એસ.ટી. ડેપો પાસે અને બપોરે દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી પાસે , 28/5ના ખંભાળિયા ગેઇટ, ખત્રી ની વાડી પાસે અને પવનચક્કી, ભાનુશાળી જ્ઞાતિની વાડી પાસે , 29/5/ના સરદાર પાર્ક ઠેબા ચોકડી અને લાલવાડી બાગ , તા. 30/5/ના ૠઈંઉઈ કૈશલ્ય ભવન દરેડ , તા. ર્ે01/6/ના દિજામ સર્કલ પાસે 80 ફૂટ રોડ, ક્રિષ્ના સ્કુલ, શાક માર્કેટ પાસે , તા.2/6/ ના જીઆઇડીસી જકાતનાકા નોટિસ બોર્ડની પાસે અને નવાનગર સોસાયટી, પાણાખાણ પાસે , તા. 03/6/ના કાલાવડ નાકા બહાર, જકાતનાકા પાસે અને મહાપ્રભુજીની બેઠક પાસે , 04/06/ હાપા માર્કેટિંગ યાર્ડની અંદર ,અને શાંતિવન , જી.ડી. શાહ સ્કુલ પાસે , તા.5/6/ ના ડેન્ટલ હોસ્પિટલ ની બાજુમાં, મઢુલી પાન પાસે અને આદર્શ સ્મશાન પાસે , 06/6/ ના તીન બત્તી સર્કલ પાસે ,અને પંચેશ્વર ટાવર સર્કલ પાસે ,08/06/ પટેલ કોલોની – 6, રોડ નં.4 પાસે અને ગાંધીનગર બસ સ્ટોપ પાસે , 09/6/ ના બેડેશ્વર, મહાદેવ મંદિર પાસે અને એમ.પી.શાહ ઉદ્યોગનગર, આવાસ પાસે , તા. 10/6/ ના જોગર્ષ પાર્ક પાસે અને સાંસદ પુનમબેન માડમ નાં બંગલા પાસે , તા.11/6/ ના મેહુલનગર, 80 – ફૂટ રોડ, દેરાસર પાસે અને સત્યમ કોલોની, રોઝી પેટ્રોલ પંપ પાસે , તા. 12/06/ના રડાર રોડ, આશાપુરા હોટેલ પાસે અને નાઘેડી સબ સ્ટેશન, સૈનિક ભવન પાસે , તા. 15/06/ ના દિગ્વિજય પ્લોટ, હિંગળાજ ચોક બાજુમાં અને શંકર ટેકરી, જીઆઈડીસી. ઓફીસ પાસે ,તા. 16/06/ ના શંકર ટેકરી, ઈદ મસ્જીદ પાસે અને એમ.ઈ.એસ. ગેઇટ, સેન્ટ્રલ જેલ પાસે તા. 17/6/26 ના સ્વામિનારાયણ નગર મામા સરકારના મંદિર પાસે અને ચાંદી બજાર સર્કલ ,તા.18/6/ ના રણજીતસાગર રોડ મારું કંસારા ની વાડી પાસે અને રણજીત સાગર રોડ કીર્તિ પાન પાસે ,તા.19/6/ ના પટેલ કોલોની ક્રોસ રોડ આરામ હોટલ પાસે અને પટેલ કોલોની – 9, પાવન ડેરી પાસે તથા તારીખ 20/6/ ના સવારે પટેલ કોલોની આનંદબાગ નજીક અને બપોરે પટેલ કોલોની રામેશ્વર ચોક માં આ વેન ઊભી રહેશે.
આ વિસ્તારમાં રહેતા લોકો પોતાના મિલકત વેરા ,પાણીવેરા સહિતના વેરા ઓ ઘર નજીક ના વિસ્તારમાં જ ભરપાઈ કરી શકે તે માટે આ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ લેવા આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) ની જીગ્નેશ નિર્મળ ની યાદી માં જણાવ્યું છે
