જામનગર તાલુકાના ખીલોસ ગામના ભરવાડ યુવાને પત્નીના ત્રાસથી કંટાળી ઘર છોડ્યું

પરિવારજનોએ પોલીસમાં ગુમ થયેલની નોંધ કરાવી

જામનગર તાલુકાના ખીલોસ ગામમાં રહેતા એક યુવકે પોતાની પત્નીના ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયા હોવા નું પોલીસ માં.જાહેર થયું છે. જામનગર તાલુકાના ખીલોશ ગામે રહેતા હમિરભાઈ મૈયાભાઈ વેસરા (ઉંમર વર્ષ 36) પોતાના ઘરેથી નીકળી ગયા હતા. ગુમ થનારએ પોતાની પત્નીના ત્રાસથી કંટાળી ઘર છોડીને જવાનું કહી ઘરેથી નીકળી ગયા બાદ આજ દિન સુધી ઘરે પરત ફર્યા નથી.પરિવારજનોએ પોતાની રીતે શોધખોળ હાથ ધરી હોવા છતાં તેમનો કોઈ પત્તો ન લાગતાં આખરે પંચ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ કરાવવામાં આવી છે.આ બનાવ અંગે પંચ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.કે. જાડેજા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ