જામનગર: જમીનમાં ભાગીદારી કરીને છેતરાયેલા અરજદારે છાવણી નાખીને વિરોધ પ્રદર્શન કર્યું

કાસમ નૂરમામદ ખફી, વિશાલ મોદી સહિતના સામે પગલાની માંગ, તપાસનીશ પોલીસ ઇન્સ્પેક્ટર વી જે રાઠોડ સામે પણ ઢીલી નીતિ ના આક્ષેપ

જામનગરના મયુરબાગ વિસ્તારમાં રહેતા અશોકભાઈ દેવશીભાઈ અકબરી એ પોતાને જમીન ના ડખા બાબતે સવાર-નવાર ગોંધી રાખી મારપીટ કરી હથિયારો બતાવીને મારી નાખવાની ધમકી આપવા તેમજ પૂર્વયોજિત ષડયંત્ર રચી છેતરપિંડી, વિશ્વાસઘાત, ખંડણી, ધાક-ધમકી, છેલ્લા 4 વર્ષમાં 10-11 વખત ગેરકાયદેસર રીતે ગોંધી રાખી મારપીટ, તથા ગેરકાયદેસર રીતે ઉઘરાણી તથા ભાગીદારીની મિલકતો અને રોકડ રકમ પચાવી પાડવા બાબત કાસમ નુરમામદ ખફી , વિશાલ મહેન્દ્રભાઈ મોદી. જાવેદ કાસમભાઈ ખફી , હાજી ઉર્ફે ભુટ્ટો ઓસમાણ દેદાણી તથા તપાસમાં ખૂલે તે તમામ સામે પગલાં લેવા ની.માંગ સાથે આજે લાલબંગલા સર્કલ માં છાવણી નાખી ધરણા પ્રદર્શ કરવામાં આવ્યું હતું
અશોકભાઈ અકબરી એ કાસમ ખફી ના વિશ્વાસમાં આવી ઓગસ્ટ-2021 થી તેની સાથે ભાગીદારીમાં રહી અલગ-અલગ 6 જમીન માલિકો પાસેથી મસીતીયાના અલગ-અલગ 8 સર્વે નંબરો વાળી જમીન ખરીદેલ તે જમીનના કાચા નકશા બનાવી બિનખેતી રોડ-રસ્તા ડેવલોપ કરી આપવાની શરતે સબ્જેક્ટ-02 માં ઇન્ડસ્ટ્રિયલ પ્લોટ પાડી અમારા ભાગીદારોએ જમીન ડેવલોપ કરી ગ્રાહકોના દસ્તાવેજ થઈ જશે તે રીતે અમારો વિશ્વાસ કેળવી સમજૂતી મુજબ અમોએ ગણતરીના દિવસોમાં આશરે 110 અમારા ગ્રુપના વ્યક્તિઓને (ગ્રાહકોને) 12-18 માસની મુદતે અમારી શાખ(આબરૂ) પર વહેચાણ કર્યું હતુ. જ્યારે સામાવાળાઓ એ એક પ્લોટ પણ વેચાણ કરતો ન હતો. આમ તમામ ગ્રાહકોની દસ્તાવેજ સુધીની જવાબદારી અમારી ફિક્સ થઈ ગઈ, આ બધી જમીનો અલગ-અલગ 6 વ્યતિઓની હતી. આમ શરૂઆતમાં જ બિનખેતીવાળો પ્રોજેક્ટ વહેચાણ થઈ જતાં નફાની રકમમાંથી અલગ-અલગ જગ્યાએ સુથી આપી ખેતીની જમીનો 12-15 મહિનાની મુદતે અમોએ ભાગીદારીમાં ખરીદેલ. આ જમીનોના કાચા નકશા બનાવી સબ્જેક્ટ-02માં ડેવલોપ કરી આપવાની શરતે 100 થી વધુ ગ્રાહકોને અમોએ પ્લોટનું વહેચાણ કરેલ હોવાથી સામાવાળાઓએ આ વાતનો ફાયદો ઉઠાવી નફામાંથી ખરીદેલ ભાગીદારી વાળી જમીનોમાં મુદ્દત આવ્યે સામાવાળાઓના ભાગે આવતી રકમ પણ અમારી પાસે નખાવી ત્યારબાદ બિનખેતીવાળા પ્રોજેક્ટમાં પણ બિનખેતી, રોડ-રસ્તાની રકમ અમારી પાસે નખાવેલ અને ગ્રાહકોના દસ્તાવેજ કરવા માટે સામાવાળાઓ અમોને બ્લેકમેઇલ કરી એક-એક મિલકત લેતા ગયા અને અમારા દસ-પંદર દસ-પંદર ગ્રાહકોના દસ્તાવેજની સહમતિ આપતા ગયા અને આ રીતે અમારી સ્વતંત્ર માલિકીની તથા ભાગીદારીવાળી જમીન એક પછી એક પડાવવા લાગ્યા હતાં તથા રોકડ પડાવવા લાગેલ આ રીતે સામાવાળાઓએ ભાગીદાર તરીકે રહી અમારા દ્વારા પ્લોટો વહેંચાવી અમારી સાથે ફ્રોડ/છેતરપિંડી/વિશ્વાસઘાત કરેલ છે બધા ભાગીદારો પોતાની સ્વતંત્ર રીતે જમીનો પણ ખરીદતા હતા . ત્યારબાદ મુદત પ્રમાણે ગ્રાહકોના બે-ત્રણ હપ્તા આવ્યા બાદ તે રૂપિયા જમીનમાલિકોને પેમેન્ટ ભરતા ગયા તેથી જમીનનું મોટા ભાગનું પેમેન્ટ ચાર થી પાંચ માસમાં જ પૂરું થવા આવેલ. આમ તમામ ગ્રાહકોની દસ્તાવેજ સુધીની જવાબદારી અમારી ફિક્સ થયા બાદ, સામાવાળાઓએ વર્ષ 2022 સુધીમાં અમોએ ખરીદેલ 2 બિનખેતીવાળી તથા 6 ખેતી ની મળી કુલ 8 જમીનના 6 જમીનમાલિકોને અમોને બ્લેકમેઇલ કરવા માટે સામાવાળા 1,2,3 કહે ત્યારે જ બિનખેતીમાં તથા દસ્તાવેજમાં સહી કરશો તેમ જણાવેલ અને તેથી બિનખેતી પ્રોજેક્ટ લેઇટ થયેલ, તેથી કરી અમોને ગ્રાહકોનું દબાણ વધવા લાગ્યું અને સામાવાળાઓએ બિનખેતી કરવામાં તથા ગ્રાહકના દસ્તાવેજ કરવા માટે બ્લેકમેઇલ કરવા લાગ્યા અને ગ્રાહકોના હપ્તા આવવાના બંધ થઈ ગયેલ અને અમારી ભાગીદારીમાં ખરીદેલ બિનખેતીવાળી તથા ખેતીની જમીનોના જમીનમાલિકોને હજુ પણ થોડા થોડા રૂપિયા ભરવાના બાકી હતા સામાવાળાઓએ ભાગીદારી પ્રમાણે પોતાના ભાગે આવતા રૂપિયા ન નાખી અમારી સાથે ગાળાગાળી-મારામારી કરી હથિયારો બતાવી મોતનો ભય બતાવી, અમારી બાપ-દાદાની તથા અમારી વર્ષો પહેલાની કમાયેલી મિલકતો વહેચાવી, પોતાના ભાગે આવતી મૂડી અમારી પાસે વર્ષ 2022-23માં નખાવેલ અને એક એક મિલકત પડાવી દશ પંદર દશ પંદર ગ્રાહકોના દસ્તાવેજોની સહમતિ આપી અમારી પાસેથી અમારી પ્રાઇવેટ તથા ભાગીદારીવાળી નગરસીમની ખેતીની જમીનો તથા રોકડ પડાવવા લાગ્યા, ત્યારબાદ ભાગીદારીવાળા પ્રોજેક્ટના પ્લોટો તથા રોકડ અનેકવાર મારામારી કરી, સામાવાળાઓ 1,2,3 એ રિવોલ્વર બતાવી કપાળે રાખી, મારા બાળકોને ઉઠાવી લેવાની તથા મારા ભાઈને ભડાકે દઈ દેવાની તથા અમારા પરિવારને મોતનો ભય બતાવાની ધમકીઓ આપી અલગ-અલગ સમયે અલગ-અલગ સ્થળે પડાવી લીધેલ. પાસેથી મોટી રકમ કઢાવવા માટે દબાણ કરી સામાવાળાઓએ હાર્દિક દવેની નિમણૂક કરી ત્યારબાદ હાર્દિક દવે એ બિનખેતી કરવા માટે કેટલાક અધિકારી અને.પધાદીકારી ના નામે વહીવટના રૂપિયા અમારી પાસે માંગતો અને અમો આટલા બધા રૂપિયા ન હોય તેમ કહીએ તો કાસમભાઈનું નામ આપી મારે કામ નથી કરવું તેમ કહી કાસમભાઈના નામનો ભય બતાવી બ્લેકમેઇલ કરતો. આમ વર્ષ 2023ના અંતથી – 2025 સુધીમાં સામાવાળાઓએ અમારી જુદી-જુદી મિલકતો વહેચવા ફરજ પાડી. જરૂર પડયે અમારા પરિવારની સામાવાળાઓ સાથે ભાગીદારી કર્યા પહેલાની ખરીદેલ 100થી વધુ મિલકતોના વર્ષ 2022થી 2025 સુધીમાં અમોએ વહેચાણ કરેલ દસ્તાવેજ રજૂ કરશું. આ રકમ સામાવાળાઓએ અમારી ભાગીદારીમાં અમારી પાસે નખાવેલ અને બાદમાં ઢોરમાર મારી પડાવી ગયેલ અને એ ઉપરાંત પણ રોકડ ઉપાડ પેટે પણ લઈ ગયેલ.
આ બાબતે છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા પોલીસ વડા ને અરજી પણ કરવામાં આવી હતી જ્યાંથી અરજી ની તપાસ પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી. પરંતુ પોલીસે યોગ્ય તપાસ કરી ન હતી અને 18/11/25 ના ચાર્જશીટ રજૂ કરી દીધું હતું.જેમાં 14 આરોપીઓબને જોડવાનાના પણ બાકી હતા. અશોકભાઈ અકબરીના આક્ષેપ મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વિજય રાઠોડ ને અનેક વખત ફરિયાદો કરવા છતાં પણ તેને પૂરી તપાસ જ કરી ન હતી. આ સંપૂર્ણ બાબતોના પુરાવા પણ પોતાની પાસે હોવાનો તેમજ દાવો કરી રાજકોટ રેંજના આઈજી સમક્ષ ફરિયાદ કરી છે અને તેમણે ખાતરી આપી છે કે ફરિયાદીને રૂબરૂમાં રજૂઆત માટે બોલાવીને સાંભળવામાં આવશે ઉપરાંત પોલીસ ઇન્સ. વી.જે રાઠોડ ને પણ બોલાવવામાં આવશે. અને ત્યારબાદ ન્યાય થશે. તેઓ ફરિયાદી અને અરજદારે વિશ્વાસ પ્રયત્ન કર્યો છે .

રિલેટેડ ન્યૂઝ