જાયન્ટસ ગ્રુપ દ્વારા મેડિકલ કોલેજને અભ્યાસના પુસ્તકોનું અનુદાન

સંસ્થા દ્વારા અધિક માસમાં પ્રેરણાદાયી કાર્ય

શાસ્ત્રોમાં અનેક પ્રકારના દાનનો મહિમા જણાવવામાં આવ્યો છે તે પૈકી વિદ્યાદાન,પુસ્તક દાનનું વિશેષ મહત્વ છે, જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર પૂર્વ જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા 52 વર્ષથી કાર્યરત છે,વર્ષ દરમિયાન સભ્યો દ્વારા,દાતાઓના માધ્યમથી અનેક સેવાકીય કાર્યો કરે છે.
પવિત્ર પુરૂષોત્તમ માસમાં સંસ્થાને અજ્ઞાત દાતા દ્વારા મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી આવે તેવા 43 પુસ્તકો અંદાજીત કીંમત 35 થી 40 હજાર જામનગરની સૌરાષ્ટ્રની મોટામાં મોટી એમ.પી.શાહ મેડીકલ કોલેજની લાયબ્રેરીને અર્પણ કરવામાં આવ્યા હતા.
કોઈપણ એક સ્ટુડન્ટને પુસ્તકો આપવામાં આવે તો ફક્ત એક જ સ્ટુડન્ટનું મળે, કોલેજની લાયબ્રેરીને અર્પણ કરવામાં આવ્યા જેથી અનેક સ્ટુડન્ટોને ઉપયોગમાં આવી શકે તેવા શુભ આશયથી સંસ્થાના પીઆરઓ અતુલ મહેતા દ્વારા આ પ્રેરણાદાયી પ્રોજેક્ટસ રાખવામાં આવ્યો હતો.
આ સમયે પ્રમુખ આશુતોષભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ જયંતિભાઈ જીવાણી,ફેડરેશન ઓફીસર સતીશભાઈ ભટ્ટ,ખજાનચી મહેશભાઈ કલ્યાણી,સિનિયર સભ્ય વિનુભાઈ ચૌહાણ, ભરતભાઈ આશા, જયેશભાઇ ખીમસૂર્યા,એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડો.નફીસા,ડીન પીએ જયેશભાઇ પરમાર, લાયબ્રેરીયન અતુલભાઈ રાયઠ્ઠઠા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ