બેડી વિસ્તારમાં 12950 ચો.મી.માં ખડકેલી આઠ જેટલી મીલ્કતો તોડી પડાઈ
જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઈચા ગેંગની ગેરકાયદે ઉભી કરાયેલી મિલકતો ઉપર આજે તંત્ર દ્વારા બુલડોઝર કરવી દેવામાં આવ્યું હતું. સંયુકત તંત્ર દ્વારા ડિમોલિશન અંતર્ગત કુલ 8 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.
જામનગર શહેર વિસ્તારમાં સાઇચા ગેંગ સાથે સંકળાયેલા આરોપીઓ ના ગેરકાયદેસર બાંધકામો સામે આજે જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગની મામલતદાર કચેરી, પોલીસ વિભાગ તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આજે બેડેશ્વર માર્ગે કુલ 8 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તોડી પાડવામાં આવેલા બાંધકામોની અંદાજિત કિંમત 1 કરોડ 17 લાખ રૂપિયામાં હોવાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા માળખાઓને દૂર કરવા માટે જરૂરી મશીનરી અને બુલડોઝરની મદદ લેવામાં આવી હતી. અને 918 ચો.મી.સરકારી જમીન ખૂલ્લી કરાવાઈ હતી. ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા તથા અન્ય અધિકારીઓની હાજરીમાં સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સંબંધિત વિભાગો દ્વારા જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને ચકાસણી પણ હાથ ધરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈની ના જણાવ્યા મુજબ બેડી વિસ્તારના સાયચા ગેંગ વિરૂધ અગાઉ ગુજસીટોક નો ગુનો નોંધવામાં આવ્યો હતો.અને રેવન્યુ સર્વે નંબર 40/1 માં આજે ઉપરાંત આગાવ પણ ડિમોલિશન કરી કરવામાં આવ્યું હતું.અને 12950 ચો. મી જમીન જમીન જેની અંદાજિત બજાર કિંમત 16 કરોડ 50 લાખ જેવી થવા જાય છે જે ખાલી કરાવી છે.
