ગુરુ વંદના કાર્યક્રમમાં શિક્ષણ જગત અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
જામનગરમાં અનોખો ‘ગુરુ વંદના’ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પૂર્વ આસિ. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર લવજીભાઈ વાદી એ 60 વર્ષ પૂર્વે ના પોતાના ગુરુઓ નું કર્યું ભાવભેર સન્માન કર્યું હતું.
જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જામનગરના પૂર્વ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર લવજીભાઈ વાદીના ‘અમૃત મહોત્સવ’ (75માં જન્મવર્ષ) નિમિત્તે જામનગરમાં એક ભવ્ય અને લાગણીસભર ‘ગુરુ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે લવજીભાઈએ આજથી 60 વર્ષ પહેલાં જેઓની પાસેથી શિક્ષણ અને કેળવણી પ્રાપ્ત કરી હતી, તેવા તેમના પૂજનીય ગુરુજનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
92 વર્ષના ગુરુવર્ય સહિતના ગુરુજનોનું શાહી સન્માન કાર્યક્રમ દરમિયાન લવજીભાઈ વાદીએ પોતાના 60 વર્ષ જૂના ગુરુઓ એવા લાલજીભાઈ ધામેચા (ઉંમર વર્ષ 92), કરસનભાઈ ડાંગર, દેવરાજભાઈ જરૂ, મનહરભાઈ ફોફરીયા તેમજ મનોજભાઈ ચાવડીયા નું સાલ ઓઢાડી, મોમેન્ટો, પુષ્પગુચ્છ અને દ્રવ્ય અર્પણ કરી ભાવપૂર્વક પૂજન-સન્માન કર્યું હતું. ગુરુ-શિષ્યના આ પવિત્ર મિલનને જોઈ ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ જગત અને સામાજિક ક્ષેત્રના વિવિધ અગ્રણીઓનું પણ સાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં તે સમયના સંકુલ સંયોજકો સુરસંગભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ સરડવા, રમેશભાઈ ભટ્ટ, હિતેન્દ્રભાઈ આચાર્ય, એ.પી. અમૃતિયા, પ્રભુભાઈ ચાંદ્રા, સી.પી. વસોયા અને જગમાલભાઈ ભેટારીયા. સામાજિક અને શૈક્ષણિક અગ્રણીઓ કેળવણી પરિષદના દિલીપભાઈ આશર, ભગવાનજીભાઈ કાનાણી, ખોડલધામના ટ્રસ્ટી નાથાભાઈ મુંગરા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા અને કડવા પટેલ સમાજના પ્રમુખ લાલજીભાઈ કાનાણી.
કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, ગાંધીનગરના પૂર્વ નાયબ નિયામક (ગુ.સ.) ધર્મેન્દ્રભાઈ સરડવા, પૂર્વ જિલ્લા રજીસ્ટ્રાર મોલિયા અને વિમલભાઈ કગથરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ગુરુ વંદના મહોત્સવમાં જામનગર જિલ્લાના મોટી સંખ્યામાં આચાર્યઓ અને શિક્ષકોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન ઘનશ્યામભાઈ અજુડિયા અને સી.પી. વસોયા દ્વારા કરવામાં આવ્યું હતું.
