જામનગર તાલુકાના સિક્કામાં દરિયાકાંઠે આવેલી ઓફિસ માંથી રૂા.51,500ના બુશની ચોરી

જામનગર તાલુકા ના સિક્કા દરિયાકાંઠે આવેલી શ્રીજી સાઇટ ખાતે ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. સાઇટની ઓફિસમાંથી મિશ્ર ધાતુના કિંમતી બુશની ચોરી થતાં સિક્કા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ જામનગર મા રહેતા દિલીપસિંહ નારણજી કંચવા એ ફરિયાદ નોંધાવી છે. તેઓ શ્રીજી સાઇટ ખાતે સાઇટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે.
ફરિયાદ અનુસાર તા. 8 જૂન, 2026ના રોજ રાત્રે આશરે 1:30 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે સિક્કા દરિયાકાંઠે આવેલી શ્રીજી શિપિંગ બાર્જ નિર્માણ સાઇટની ઓફિસમાંથી કોઈ અજાણ્યા ચોરે મિશ્ર ધાતુના કુલ 5 બુશની ચોરી કરી લીધી હતી. ચોરી થયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 51,500 હોવાનું જણાવાયું છે.
બનાવ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા ચોરને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ