જામનગરમાં શ્ર્વાન પર ક્રૂરતાપૂર્વક હુમલાના વધુ એક બનાવથી જીવદયાપ્રેમીઓમાં રોષ

અજાણ્યા શખ્સે હોકી વડે શ્ર્વાનને ફટકાર્યો ; ગંભીર હાલતમાં સારવાર હેઠળ

જામનગર શહેરમાં પશુઓ પ્રત્યેની ક્રૂરતા નો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરના કામદાર કોલોની રોડ નં. 2 વિસ્તારમાં મોડી રાત્રે એક અજાણ્યા શખ્સે રસ્તા પર રહેલા એક શ્વાન પર હોકી વડે હુમલો કરી ગંભીર ઇજા ઓ પહોંચાડી હોવા ની ઘટના પ્રકાશ માં આવી છે. હુમલાખોરે શ્વાનને માથાના ભાગે હોકી વડે ફટકા મારતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાના કારણે ભારે રક્તસ્ત્રાવ થતાં શ્વાનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પશુચિકિત્સકો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. હુમલો એટલો ગંભીર હતો કે શ્વાનના નાક ની નસ ને નુકસાન પહોંચ્યું હોવાનું તેમજ એક આંખ ને પણ ગંભીર અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી શહેરના જીવદયાપ્રેમીઓ અને પશુપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. નિર્દોષ અને અબોલ જીવ પર આ પ્રકારની ક્રૂરતા આચરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ઘટના સ્થળ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે હુમલાખોરની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જીવદયાપ્રેમીઓ દ્વારા સંબંધિત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ જવાબદાર શખ્સને તાત્કાલિક શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગણી ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ શ્વાન ઉપર હુમલા ના બનાવ બનવા પામ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ