જામનગરમાં રંગમતી પાર્કમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ ઝડપાયા

સ્થળ પરથી આઠ મોબાઈલ અને રૂ. 72,500ની રોકડ જપ્ત

જામનગરમાં રાજપાર્ક નજીક રંગમતી પાર્ક શેરી નંબર -2 માં રહેતી સરોજબેન અશ્વિનભાઈ પંડ્યા નામની 48 વર્ષની મહિલા પોતાના ઘરમાં બહારથી સ્ત્રી પુરુષોને બોલાવી ને ગંજીપાના વડે જુગાર રમાડીને જુગારનો અખાડો ચલાવી રહી છે તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈ કાલે મોડી સાંજે એલસીબી ની ટુકડીએ દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન મકાન માલિક સરોજબેન સહિત અન્ય પાંચ સ્ત્રી અને ત્રણ પુરુષો સહિતના આઠ પત્તા પ્રેમીઓ ગંજીપાના વડે જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા.
પોલીસે બનાવના સ્થળેથી મકાન માલિક સરોજબેન અશ્વિનભાઈ પ્રેમ શંકરભાઈ પંડ્યા, ઉપરાંત ભરત કરમશીભાઈ ચોપડા, ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, જયરાજસિંહ વનરાજસિંહ ગોહિલ, નલીનીબેન બાબુભાઈ કોટડીયા, આશાબેન કેસુભાઈ મોઢવાડિયા, આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા તેમજ સતીબેન હરીશભાઈ ચાવડા ની અટકાયત કરી લીધી હતી.
પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા 72,500 ની રોકડ રકમ આઠ નંગ મોબાઈલ ફોન અને બે મોટરસાયકલ વગેરે મુદ્દા માલ કબજે કરી લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ