જામનગર નજીક ધ્રોલ પાસે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું મૃત્યુ

અન્ય બનાવમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

જામનગર જિલ્લામાં બનેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતોના બનાવોમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. પ્રથમ બનાવમાં ધ્રોલ વિસ્તારમાં ટ્રક ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી વિનોદ વિરેન્દ્રસિંહ રાઠોડ ને હડફેટે લીધા હતા. અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત બનેલા વિનોદ વિરેન્દ્રસિંહ રાઠોડ ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે સંબંધિત ટ્રક ચાલક સામે પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અન્ય એક બનાવ માં જામનગરના હર્ષદ મિલ વિસ્તાર પાસે તા. 12-05-2026ના રોજ રાત્રિના સમયે હારુનભાઈ મામદભાઈ ખાનપરા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મહાવીરનગર તરફથી પૂરઝડપે આવી રહેલી બાઈક ચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માતના કારણે હારુનભાઈને જમણા પગની પંજાની ધૂંટીમાં ગંભીર ફ્રેક્ચર તેમજ શરીરે અન્ય મૂંઢ ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સારવાર બાદ તા. 19-05-2026ના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પોલીસે બંને કેસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ