જામનગર જિલ્લામાં આવેલ જાંબુડા ગામે નવચેતન વિદ્યામંડળ દ્વારા ચલાવવામાં આવતી શ્રી લોકમાન્ય વિદ્યાલય હાઈસ્કુલ માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલ વિશાળ જગ્યામાં લોકમાન્ય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનો દ્વારા હાઈસ્કુલનું નવુ અદ્યતન બીલ્ડીંગ બનાવવાનો પ્રોજેકટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હાઈસ્કુલના નવા ભવનના મુખ્ય દાતા તરીકે જાંબુડા ગામના વતની અને ત્યાંની શાળામાં અભ્યાસ કરીને આગળ વધેલા ધીરૂભાઈ મહેતા (કાકુભાઈ મહેતા)ના પુત્રો સુરેશભાઈ મહેતા તથા રમેશભાઈ મહેતા બંધુબેલડી દ્વારા માતબર રકમનું દાન આપવામાં આવતા તાજેતરમાં જાંબુડા ગામે નવચેતન મંડળના ટ્રસ્ટીઓ, ગ્રામજનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં હાઈસ્કુલના નવા બીલ્ડીંગનું ખાતમુહૂર્ત મહેતા પરિવારના હસ્તે કરવામાં આવેલ. આશરે નેવુ લાખના ખર્ચે નિર્માણ પામનાર કમ્પ્યુટર રૂમ, લેબોરેટરી સહીતના આધુનિક સુવિધાયુકત હાઈસ્કુલના બીલ્ડીંગના ખાતમુહૂર્ત સમયે સમસ્ત ગ્રામજનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, નવચેતન વિદ્યામંડળના ટ્રસ્ટીઓ ઉપરાંત દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને માતબર રકમનું દાન આપનાર જાંબુડા ગામના જ વતની એવા કાકુભાઈ મહેતા પરિવારના સુરેશભાઈ તથા રમેશભાઈ મહેતાની માદરે વતન પ્રત્યેની લાગણીને વધાવીને અભીનંદન આપેલ. સુરેશભાઈ મહેતા આ જ હાઈસ્કુલમાં અભ્યાસ કરીને એન્જીનીયરની ડીગ્રી મેળવી અધિક્ષક ઈજનેરની પોસ્ટ સુધી પહોંચી ગામનું અને શાળાનું ગૌરવ વધારેલ હતું.
રિલેટેડ ન્યૂઝ
-
જામનગરની શાળા નંબર 19ના વિદ્યાર્થીને આચાર્યએ ફડાકા ઝીંકી દેતા બાળકને હોસ્પિટલ લઈ જવાયો
જામનગરની શાળા નંબર 19 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળક ને આચાર્ય એ કામ ઉપર બે ફડાકા... -
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઇઝ મંડળીના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
જયવીરસિંહ રાણાની પ્રમુખ તરીકે પૂન: વરણી જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓની સંસ્થા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઇઝ મંડળીની વાર્ષિક... -
પશ્ર્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ જામનગર-વિરમગામ રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કર્યુ
રાજકોટ સ્ટેશને મુસાફરોની સુવિધાઓ, સ્વચ્છતા, ઓપરેશનલ વ્યવસ્થાઓની સમીક્ષા પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ વિરમગામ-જામનગર અને જામનગર-વિરમગામ...
