જામનગર શહેરમાંથી 22 વર્ષની યુવતી ગુમ થતાં પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઈ

જામનગર શહેરના ધરાનગર-1 વિસ્તારમાં રહેતી 22 વર્ષની એક યુવતી ગુમ થતાં જામનગર સીટી ’બી’ ડિવિઝન પોલીસ માં ગુમ નોંધ કરવામાં આવી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ધરાનગર-1, સલીમ બાપુના મદ્રસા પાસે રહેતી ખુશાલીબેન રશીકભાઈ પીઠડીયા (ઉ.વ. 22) તા. 01 જુલાઈ, 2026ના રોજ જામનગરના જોગર્સ પાર્ક નજીક આવેલા મોલ પરથી કોઈને જાણ કર્યા વગર ક્યાંક જતી રહી હતી. ત્યારબાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ પત્તો ન મળતા તા. 04 જુલાઈ, 2026ના રોજ જામનગર સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
ગુમ થયેલી યુવતી મધ્યમ બાંધાની, ગોરા વર્ણની, આશરે સાડા ચાર ફૂટ ઊંચાઈ ધરાવે છે. તે ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. ઘરેથી નીકળતી વખતે તેણે આશા (બદામી) રંગનો ટોપ પહેર્યો હતો. બનાવ અંગે પોલીસે જાણવા જોગ (ગુમ) નોંધ કરી યુવતીની શોધખોળ શરૂ કરી છે. યુવતી અંગે કોઈ માહિતી મળે તો જામનગર સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ