જામનગર કોર્પોરેશને 2100 જેટલા દુકાન ધારકો અને કોમર્શિયલ એકમોને ન્યુસન્સ નોટિસ ઈશ્યુ કરી
જામનગર માં ધંધાર્થીઓ દ્વારા જાહેર સ્વરછતા જાળવવામાં નહી આવતા 387 આસામીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રૂ. 2.29 લાખ ની દંડનીય વસૂલાત કરવામાં આવી હતી.
જામનગર શહેર માં કોમર્શિયલ એકમો ધ્વારા પોતાના ધંધા, એકમો, દુકાનો / ધંધા આસપાસ સ્વચ્છતા જાળવતા ન હોય, દુકાન પાસે ડસ્ટબીન રાખતા ન હોય કે રાત્રે બંધ કર્યા બાદ કચરો જાહેર માં નિકાલ કરતા હોય, આવા ન્યુસન્સકર્તા આસામી/ધંધાર્થીઓ સામે પગલા લેવા અંગે કમિશ્નર ના સીધા માર્ગદર્શન હેઠળ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાને શહેર ના 2100 જેટલા દુકાનધારકો/કોમર્શિયલ એકમો ને ન્યુસન્સ નોટીસો ઈશ્યુ કરી, પોતાના એકમો/ધંધા આસપાસ સ્વચ્છતા જાળવવા સુચના આપવામાં આવી હતી. આમ છતાં દુકાન ધારકો/ધંધાર્થીઓ ધ્વારા પોતાના એકમોનો કચરો જાહેરમાં નિકાલ કરવા, ડસ્ટબીન ન રાખવા તથા રાત્રે દુકાન/ધંધો બંધ કરી, પોતાના ધંધાનો કચરો જાહેરમાં નિકાલ કરતા હોય, તેઓના દુકાન/ધંધાના સવારે ફોટોગ્રાફસ લઈ, દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 387 આસામીઓ દુકાન ધારકો પાસેથી જાહેરમાં ન્યુસન્સ કરવા અંગે રૂા.2.29 લાખ નો દંડ વસુલ લેવામાં આવ્યો હતો આથી, જામનગર મહાનગરપાલિકા ધ્વારા શહેરના તમામ કોમર્શિયલ એકમો, ધંધાર્થીઓ, દુકાન ધારકોને તાકીદ કરવામાં આવે છે કે પોતાના દુકાન/ધંધા આસપાસ સ્વચ્છતા જાળવવા, કચરાને પોતાના જ ડસ્ટબીનમાં રાખવા અને મ.ન.પા. ના ગાર્બેજ કલેકશન વાહનમાં જ નિકાલ કરવા, તેમજ શહેરના જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જાળવવામાં યોગદાન આપવા અનુરોધ કરવામાં આવે છે.
