જામનગર નજીક ટ્રકે બાઈકને ઠોકરે લેતા ચાલકનું કરૂણ મોત


કનસુમરા પાટીયા નજીક અકસ્માત સર્જાયો; લોકોના ટોળા એકઠા થયા

જામનગર શહેરના કનસુમરા પાટિયા નજીક હાઈવે પર સોમવારે રાત્રે આશરે 8 વાગ્યાના અરસામાં સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ટ્રકની હડફેટે આવતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, અને ખોપરી ફાટી જવાથી ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ જીવણભાઈ પરબતભાઈ હરઘાણી (ઉંમર 44, રહે, જામનગર) હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ શરૂ કરી છે. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.

રિલેટેડ ન્યૂઝ