જામનગરમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા મિત્રએ જ મિત્રનું ખુન કર્યું

રવિવારે બનેલા બનાવમાં પૈસાની લેતી-દેતીનું કારણ ખુલ્યું; હત્યારાની શોધખોળ

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક શખ્સે આધેડને ગળાના ભાગે છરીના ઘા મારી દેતાં તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસ મથકમાં હુશેન ઇસ્માઇલ સંધી વિરુદ્ધ હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. શંકર ટેકરી, સુભાષપરા શેરી નં.1, નજીક રહેતા ચંદ્રસિંહ મેરુજી રાઠોડ . તા.23ના રોજ બપોરના રૂમમાં લોહી લુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા અને ગળાના ભાગે ગંભીર ઇજા થયેલી હતી. આ દરમિયાન પડોશ એ જણાવ્યું હતું કે, સાંજે આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં ચંદ્રસિંહનો મિત્ર હુશેન ઇસ્માઇલ સંધી એ તેમના ઘરે આવી ઉછીના આપેલા રૂપિયા પરત માંગ્યા હતા. ચંદ્રસિંહે રૂપિયા આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા હુશેને પોતાની પાસે રહેલી છરી વડે ચંદ્રસિંહના ગળાના ભાગે હુમલો કર્યો હોવાનું જણાવાયું હતું.
બનાવની જાણ થતાં લક્ષ્મીબેને 108ને જાણ કરી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચતાં ચંદ્રસિંહનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો.
. બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.વી. રાઠોડે તપાસ હાથ ધરી છે. બનાવનું ચોક્કસ કારણ, આરોપીની સંડોવણી અને અન્ય હકીકતો અંગે પોલીસ તપાસ ચાલુ છે.

રિલેટેડ ન્યૂઝ