નિયમોનો દંડો ઉગામતી જામનગર મહાનગરપાલિકાએ નિયમોનો ઉલાળીયો કર્યો
જામનગર માં ગેરકાયદે બાંધકામો સામે મહાનગર પાલિકા દ્વારા દંડો પછાડી કાર્યવાહી કરવામા આવે છે, પરંતુ જો મહાનગરપાલિકા દ્વારા જ ગેરકાયદે દબાણ કરી બાંધકામ કરવામાં આવે તો શું કમિશનર આનો જવાબ આપી શકશે ખરા ? જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ ની પીઆઈયુ હસ્તક ની જમીન માં મહાનગરપાલિકા દ્વારા વોર્ડ ઓફિસ માટે નું બાંધકામ શરૂ કરવામાં આવતા વિવાદ જાગ્યો છે. આ અંગે મેડિકલ કોલેજના ડીન ના જણાવ્યા મુજબ આ જગ્યામાં બાઉન્ડ્રી બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમજ હાલ આ બાંધકામ અટકાવવા માટે મહાનગરપાલિકાને જણાવાયું છે, અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ની મંજુરી પછી જ બાંધકામ કરવા સૂચન પણ કરાયું છે. હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, પીઆઈયુ અને મહાનગરપાલિકા સંકલન કરીને આ પ્રશ્નનો ઉકેલ લાવશે.આમ હાલ તો મહાનગરપાલિકાના દ્વારા વોર્ડ ઓફિસના શરૂ કરાયેલા બાંધકામ અંગે ભારે ચર્ચા જાગી છે.
