પોલીસે 89 હજારની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો
જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણિયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી છે. પોલીસે કુલ પાંચ સ્થળોએ દરોડા પાડી 38 વ્યક્તિ ને રૂ.89 હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. જામનગર નજીકના બેડ ગામના રસુલનગર વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ગતરાત્રે દરોડો પાડ્યો હતો. આ સમયે ગંજીપાનાથી જુગાર રમી રહેલા ધર્મેન્દ્રસિંહ સુરૂભા જાડેજા, રામદેવસિંહ હરૂભા સોઢા વગેરે 8 ને રૂા.13060 ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. કાલાવડ તાલુકાના મોટા ભડુકીયા ગામમાં ખેતલા બાપાના મંદિર પાસે ગઈરાત્રે જુગારની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા જગદીશ શાંતિલાલ કંટારીયા, અશ્વિન લાલજીભાઈ દાફડા, ઘનશ્યામ કાનજીભાઈ સોમૈયા, વગેરે 8 ને ઝડપી લીધા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂા.33200ની રોકડ કબજે કરી હતી.
જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ગતરાત્રે દરોડો પાડયો હતો. આ સમયે ગંજીપાનાથી જુગાર રમી રહેલા મનદીપસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, યુવરાજસિંહ ઉર્ફે અનિરૂદ્ધસિંહ વસરૂભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, હર્ષદીપસિંહ સિદ્ધરાજસિંહ ઝાલા વગેરે 8 ને પોલીસે ઝડપી પાડ્યા હતા. રૂા.10150ની રોકડ કબજે કરી હતી. જામજોધપુરના બાલવા ફાટક પાસે શિવમ્ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે ગતરાત્રે દરોડો પાડ્યો હતો અને ગંજીપાનાથી તીનપતીનો જુગાર રમતા નવઘણભાઈ પેથાભાઈ આસાણી, દલસુખભાઈ જેસાભાઈ સંધીયા, ખેરાજભાઈ ગીગાભાઈ મુન, શામળાભાઈ કાયાભાઈ સંધીયા વગેરે 8 ને રૂા.10740 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
જામજોધપુર તાલુકાના ભેરીયાની ભીત વાડી વિસ્તારમાં ટોર્ચના અજવાળે ગતરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસે દરોડો પાડ્યો હતો અને ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમતા જીતેન્દ્ર અમરાભાઈ વીંઝુડા, સુનિલ બટુકભાઈ બગડા, દેવશીભાઈ સુકાભાઈ ઓડેદરા સહિતના 6 ને રૂા.22500 ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.
