જામનગર શહેર જિલ્લામાં જુગારના 6 દરોડા : પત્તા ટીંચતા 33 જબ્બે

પોલીસે રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા 6 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 33 શ ઝડપાયા હતા. જામનગર પોલીસે રામેશ્વરનગરના નવજીવન સોસાયટી વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા જાગૃતીબેન બાબુભાઈ જાદવ , સહિત પાંચ મહિલા અને મુકેશભાઈ કુવરજીભાઈ ગોરી ને ઝડપી રૂ.16,660 રોકડ કબજે કર્યા હતા. પોલીસે હાપા ખારી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી રમતા રાજેશભાઈ વાલાભાઈ બેરડીયા , પ્રશાંતભાઈ કિશોરભાઈ રણોલીયા , કારીબેન હરજીભાઈ સાલાણી અને ગીતાબેન નાનજીભાઈ ઝીંઝુવાડીયાને ઝડપી લઇ રૂ.4,840 કબજે કર્યા હતા. જામજોધપુર પોલીસે હોથીજી ખડબા ગામે તીનપત્તી રમતા આનંદભાઈ ખીમજીભાઈ ડાંગર (48), દિવ્યેશભાઈ સવદાસભાઈ બારડ સહિત પાંચને ને ઝડપી રૂ.10,540 કબજે કર્યા હતા. મેઘપર-પડાણા પોલીસે મોડપર ગામની વીળા વાડી સીમમાં બેટરીના અજવાળે તીનપત્તી રમતા જેશાભાઈ દેવાતભાઈ વરૂ , વેજાણંદ વિરાભાઈ આંબલીયા સહિત 6 ને ઝડપી રૂ.27,610 કબજે કર્યા હતા. પોલીસે કાનાલુસ ગામે પાણીના ટાંકા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તી રમતા શબીર કાસમભાઈ સાટી પ્રવિણપરી મનુપરી ગુસાઈ વગેરે માળી કુલ છ ને ઝડપી રૂ.11,160 કબજે કર્યા હતા. પોલીસે બેડેશ્વર એકડેએકબાપુ વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા દિનેશકુમાર સુરેશકુમાર ગૌડ , રોકી હિરાસિંહ રાજપુત સહિત ના 6 ને ઝડપી રૂ.10,100 કબજે કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ