જામનગરમાં મુસ્લિમ ચિત્રકારે જન્માષ્ટમી પર બનાવ્યું કૃષ્ણનું મનમોહક ચિત્ર

જામનગરમાં ચિત્રકાર ખૂંભીયા ફખરૂદીનભાઇ અલી રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશનાં ભક્ત છે. તેઓ મૂળ આરબલુસનાં વતની છે અને કે.એફ.અલી નામથી ચિત્રો બનાવે છે.મુસ્લિમ ચિત્રકારને દ્વારકામાં નિવાસ દરમ્યાન તેઓને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. અવારનવાર કૃષ્ણનાં ચિત્રો બનાવતા ચિત્રકારે જન્માષ્ટમી પર્વ નિમિત્તે અનોખું ચિત્ર તૈયાર કર્યું છે. જેમાં જગતમંદિરનાં શિખર પાછળ મુરલી વગાડતા કૃષ્ણ દ્રશ્યમાન થાય છે. શિખર આગળ માખણની મટકી ટીંગાડેલ છે અને કૃષ્ણનો ખેસ માખણની મટકીની ડોર સાથે જોડાયેલ હોય એવું કલ્પનાચિત્ર રચવામાં આવ્યું છે. રામકથાકાર મોરારીબાપુને ભેટ તરીકે અર્પણ કરવાની કામના સાથે આ ચિત્ર બનાવવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ