નાસતા ફરતા બંને આરોપીને એલસીબીની ટીમે ઝડપી લીધા
જામનગરમાં સાત રસ્તા ઓવરબ્રિજ ઉપર તા.20 ઓગસ્ટના રોજ થયેલી હત્યાની કોશિશ તથા એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને જામનગર એલ.સી.બી.ની ટીમે તા.30 ઓગસ્ટના રોજ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યા બાદ અદાલતના આદેશથી બંનેને જેલહવાલે કરવામાં આવ્યા છે.
આ બનાવ અંગે જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.20/08/2026ના રોજ હત્યાની કોશિશ તથા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ હાજી હમીર ખફી ઉર્ફે લાબો, શીવરાજસિંહ જાડેજા તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
ગુનાના આરોપીઓ નાસતા ફરતા હોવાથી જામનગર એલ.સી.બી.ના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન તા.30ના રોજ હાજીભાઈ હમીરભાઈ ખફી તથા શિવરાજસિંહ ઉર્ફે શીવો નરેન્દ્રસિંહ જાડેજા
બંને ને એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધા હતા.
. ત્યારબાદ બંને આરોપીઓ ને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંને આરોપીઓ ને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
