જોડીયાના નેસડા પ્રા. શાળાના શ્રેષ્ઠ શિક્ષકનું હાર્ટએટેકથી મોત

મોરબીમાં આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો : શિક્ષણ જગત શોેકમગ્ન

જામનગર જિલ્લના જોડીયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક (આચાર્ય)નું આજે મોરબીમાં હૃદયરોગનો હુમલા આવતા આકસ્મિક નિધન થયું હતું. હતી શિક્ષક સમાજમાં શોકની લાગણી ફેલાય છે. તાજેતરમાં જ શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમનું રાજ્યપાલના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.
જોડીયા તાલુકાના જસાપર ગામના મૂળ વતની અને હાલ 18 વર્ષે નેસડા પ્રાથમિક શાળામાં આચાર્ય કમ શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ પનારા ,(46) આજે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે મોરબી ગયા હતા. જ્યાં તેઓની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવા આવ્યા હતા જ્યાં ટુંકી સારવારમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ 15 દિવસ પહેલા જ શિક્ષક દિન નિમિત્તે ગુજરાત ના રાજ્યપાલ ના હસ્તે તેમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો. આમ તેમના અચાનક નિધન થી શિક્ષક સમાજમાં શોક નો માહોલ છવાયો છે.

રિલેટેડ ન્યૂઝ