ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા આજ થી અચોક્કસ મુદ્દતની હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસથી પડતર માંગણીઓને વાચા આપવા આંદોલન ચલાવી રહ્યા છે. સિનિયર સર્વેયર સંવર્ગ અને સર્વેયર સંવર્ગના પગાર ધોરણ બાબતની માંગણી લાંબા સમયથી પડતર છે. આથી તા. 11 થી 18 સપ્ટેમ્બર સુધી પેન ડાઉન હડતાલ કરી હતી.
તા. 19 ના જામનગર સહિતના રાજ્યના તમામ કર્મચારીઓ માસ સીએલમાં જોડાયા હતાં અને આજે તા. 21 થી રાજ્ય વ્યાપી અચોક્કસ મતની હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જામનગરમાં પણ લાલબંગલા પરિસરમાં કર્મચારીઓ હડતાલમાં બેઠા છે અને પોતાની માંગણી સ્વીકારવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. આજ થી હડતાલ શરૂ થતા કચેરીના કામકાજમાં અસર જોવા મળી છે અને અરજદારો પરેશાન થઈ રહ્યા છે.
