12 સભ્યો માટે 125 બેઠકમાં લોકો ઈચ્છા દર્શાવી હતી
જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટેની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે, ત્યારે 1રપ જેટલા લોકોએ સમિતિના સભ્ય બનવાની ઈચ્છા દર્શાવી છે અને આ માટે લોબીંગ પણ શરૂ થયાનું જાણવા મળે છે, જો કે ગઈકાલ સુધી કોઈ ઉમેદવારી પત્ર રજૂ થયું ન હતું.
જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યો માટેની ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે અને તા. 9 ઓક્ટોબર મતદાન થનાર છે. કુલ 1ર બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા કરવાની થાય છે, તેમાં 1 અનુ. જાતિ/જનજાતિ, આઠ સામાન્ય, તથા 3 અન્ય અનામત બેઠકનો સમાવેશ થાય છે.
તા. ર3 સુધી ફોર્મ સ્વીકારવામાં આવનાર છે, એટલે કે આવતીકાલે છેલ્લો દિવસ છે. તા. રપ ના ફોર્મ ચકાસણી અને તા. બીજી ઓક્ટોબરે ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યારપછી તા.9ના મતદાન અને ત્યારપછી તુરત જ મતગણતરી કરી વિજેતાના નામો જાહેર કરાશે. શિક્ષણ સમિતિમાં કોર્પોરેટરો જ મતદાન કરી શકે છે. મહાનગરપાલિકામાં કુલ 64 માંથી 60 કોર્પોરેટર ભાજપના છે. એટલે કે સત્તા ભાજપને જ મળશે તેમાં કોઈ શંકા જ નથી.
બીજી તરફ તાજેતરમાં ભાજપની મળેલી સંગઠનની બેઠક હોદ્દેદારો સમક્ષ આશરે 1રપ લોકોએ શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા ઈચ્છા વ્યક્ત કરી હતી. અમુકે પોતાની, પોતાના ભાઈ-ભત્રીજી, પુત્ર વગેરે માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી સમાવેશ કરવા પક્ષમાં માંગણી-રજૂઆત કરી હતી. જો કે, અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને 12 સભ્યની પસંદગી થશે તેમ જાણવા મળે છે.
