માનસીક બિમાર યુવાને ફાંસો ખાધો
જામનગર શહેર જિલ્લામાં આપો અને આત્મહત્યાના અલગ અલગ ચાર બનાવમાં બાળક સહિત ચારના મૃત્યુ જામનગરમાં એક બાળક સાતમાં માળે થી નીચે પટકાતા બાળક નું મૃત્યુ નીપજયુ હતું ડબરા ઉપર ડબરો ચડાવીને તેની ઉપર ચડીને બારીમાંથી નીચે ડોકિયું કરતા આ બાળક નીચે પટકાયુ હતુ. જામનગરના ગુલાબ નગર વિસ્તારના મોહનનગર આવાસમાં સાતમા માળે રહેતા ધર્મેશભાઈ ચાવડા નો પાંચ વર્ષનો પુત્ર રિયાંશ ગઈકાલે સાંજે ઘરમાં એકલો હતો . તેના માતા પાર્કિંગમાં ગણપતિ મહોત્સવમાં દર્શન માટે ગયા હતા.ત્યારે ગ્રાઉન્ડમાં ગણપતિની આરતી નો અવાજ સંભળાતા તે બારી પાસે બે ડબા રાખીને તેની ઉપર ચડ્યો હતો અને બારીમાંથી જોવાનો પ્રયાસ કરતા તે નીચે પડી ગાયો હતો જેમાં તેમનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ થયું હતું જામનગરના પવનચક્કી વિસ્તારથી આગળ નવી જેલ રોડ પર આવેલા આર્મી એરીયામાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના વતની આર્મીમેન યશબીરસિંઘ નાથુસિંઘ યાદવ (ઉ.વ.48) નામના યુવાન ગઈકાલે સવારે નિત્યક્રમ મુજબ સાતેક વાગ્યે પીટી પરેડમાં ગયા હતા. જ્યાં તેઓ બેભાન બની ઢળી પડતા સારવાર માટે આર્મી હોસ્પિટલ અને ત્યાંથી જી.જી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જામનગરના હર્ષદ મીલ ની ચાલી પાસે ડો.અબ્દુલ કલામ આવાસ માં રહેતા સાગર રામજીભાઈ માંગલિયા (26) એ ગળાફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં પોલીસ અધિકારી તપાસ માટે દોડી ગયા હતા જેમાં જાહેર થયા મુજબ સાગર માંગલીયા ને સાત વર્ષ થી દારૂનું વ્યસન હતું અને માનસિક બીમારી લાગુ પડી હતી જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. જામનગર નજીકના ધુવાવ ગામ વિસ્તારમાં રહેતા જતીન નરેન્દ્રભાઈ કણજારીયા નામના 28 વર્ષના યુવકે ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જતીન ના લગ્ન થયા ન હતા .અને આર્થિક જરૂરિયાતવાળા હતા.
