જામનગર મહાનગરપાલિકાના કમિશનર ના સીધા માર્ગદર્શન મિલકત વેરા ની અને પાણી વેરા ની બાકી વસુલાત અન્વયે ખાસ ઝુંબેશ ચલાવાઇ રહી છે. જેમાં આજે પાંચ મિલકતો સીલ કરવામાં આવી હતી જ્યારે પાંચ મિલકતોના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા.જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયા એ બાકી વેરા વસુલાત અન્વયે સંબંધી અધિકારી ને કડક સૂચના આપી હતી. આથી આસી. કમિશનર ( ટેક્સ) જીગ્નેશ નિર્મળ ની રબારી હેઠળ મિલકત વેરા શાખા ના સ્ટાફ દ્વારા આજે ડોર ટુ ડોર જઈ ને વસુલાત ઝુંબેશ કરી હતી.આ દરમિયાન 41 મિલકત ધારકોએ રૂ.60,60 547 ની રકમ નો વેરો સ્થળ પર જ ભરપાઈ કર્યો હતો. જ્યારે 15 આસામી ઓ એ રૂ. 31,55,222 ની રકમ ના ડયું ડેટ ના ચેક આપ્યા હતા. તથા રૂ 10,89,393 ની બાકી વસુલાત નહીં થતા પાંચ આસામીની મિલકત સીલ કરવામાં આવી હતી. જ્યારે રૂ.6,88,540 ની પાણી વેરાની બાકી વસુલાત અન્વયે પાંચ આસામી ના નળ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
જામનગરના ગુલાબનગરની કરૂણાંતિકા સાતમાં માળેથી પડતા બાળકનું મોત
માનસીક બિમાર યુવાને ફાંસો ખાધો જામનગર શહેર જિલ્લામાં આપો અને આત્મહત્યાના અલગ અલગ ચાર બનાવમાં બાળક... -
1965માં પાકિસ્તાનના 156 બોમ્બમારા વચ્ચે દ્વારકાનો ચમત્કારિક બચાવ
રાત્રે 11:55 વાગ્યે સમુદ્ર માર્ગેથી હુમલો થયો હોવાનો ઉલ્લેખ: 20 મિનિટમાં બોમ્બમારો છતાં દ્વારકા નગરીમાં એક... -
જામનગરના 3 ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાની અન્ડર-14 બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં પસંદગી
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે : વિજયવાડામાં મેચ આંધ્રપ્રદેશ રાજ્યના વિજયવાડા ખાતે આગામી તા.26 સપ્ટેમ્બરના રોજ નેશનલ લેવલની...
