ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને રાજસ્થાન તથા હરીયાણામાંથી ઝડપી લીધા

સને-2025 ના વર્ષમા જામનગર મા ડુપ્લીકેટ અંગ્રેજી દારૂ બનાવવાના અલગ અલગ બે કેસ માં નાસ્તા ફરતા બે આરોપી ઓ ને પોલીસે ઝડપી લીધા છે
જામનગર ના કનસુમરા ગામ સાઢીયાપુલ પાસે આવેલ આર્ય એસ્ટેટ મા આવેલ ખોડલ કોલ ટ્રેડર્સ ના ગોડાઉનમા અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની , જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા , મહિપાલસિંહ આશીષસિંહ રાણા , ને પકડી પાડી, ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરીમા રેઇડ કરી હતી અને આલ્કોહોલ સ્પીરીટ લીટર-800, ભેળસેળ યુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ, આલ્કોહોલ મીટર , દારૂ બ્રાન્ડના ના સ્ટીકર ,ઢાકણા, પ્લાસ્ટીકના સ્ટીકરોની પટ્ટીઓ મળી કુલ.રૂ 8,23,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ગુનામા મુખ્ય આરોપી કિશનસીંગ જગમાલસીંગ શેખાવત (રહે. રાજસ્થાન) નાસતા ફરતો હતો.
સને-2025 ના વર્ષમા જામનગર તાલુકાના નેવી મોડા ગામે હરદીપસિંહ ઉર્ફે લાલો સુખુભા જાડેજા ની વાડીમા ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવા આલ્કોહોલ સ્પીરીટ/રંગ/પ્રવાહી પાણીમા ભેળસેળ કરી, ફલેવરકલર મીશ્રણ કરી,,ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતા આરોપીઓ હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવિરસિંહ ઉર્ફ સુખદેવસિંહ , શ્રીરાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા , અર્જુનસીંગ તેજસીંગ સોઢા , સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ , સૈતાનસીંગ ઉકારસીંગ રાઠોડ અને સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા ને પકડી પાડી, ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ, કેમીકલ પદાર્થ, કેમીકલ યુકત પદાર્થ ,કલર, ઢાકણા, પ્લાસ્ટીકના પાઉચ,પ્લાસ્ટીકના સ્ટીકરો,દારૂ ઓલ્કોહોલ માપવાનુ મીટર વિગેરે કિ.રૂ 7,28,450 નો મુદામાલ કબ્જે કરવામા આવ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી રોહતાસ ઉમદસીંગ સાગવાન (રહે. હરીયાણા) નાસતા ફરતો હતો
ઉપરોકત દારૂ ના કેસમા બન્ને આરોપીઓ ફરારી હોય,જેથી આરોપીની તપાસમા જામ સીટી બી ડીવી પો.સ્ટે. ના પોલીસ સબ ઇન્સ. આર.બી.ઠાકોર તથા એલ.સી.બી. ની ટીમ દ્રારા હરીયાણા તથા રાજસ્થાન રાજય માંથી બન્ને આરોપીઓ ને ઝડપી પાડવામા આવેલ છે .

રિલેટેડ ન્યૂઝ