જામનગર મકાનમાંથી ઇગ્લીશ દારૂના ચપટા નંગ-138 સાથે એકને પકડી પાડતી એલ.સી.બી.

જામનગરના કિસાન ચોક વિસ્તારમાંથી એક મકાન ઉપર પોલીસે દરોડો પાડીને 138 નંગ દારૂના ચપટા કરી એક આરોપી ને ઝડપી લીધો હતો જ્યારે આ ગુનામાં બે આરોપીના નામ ખુલવા પામ્યા છે.
એલ.સી.બી. સ્ટાફ ને મળેલ ખાનગી બાતમી ના આધારે જામનગર શહેરમા કિશાનચોક, માલદે ભુવનમા રહેતા કિશન મયુરભાઇ કનખરા ના રહેણાંક મકાન માં દરડો પાડવા માં આવ્યો હતો . આ સમયે તેના મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લીશ દારુના ચપટા નંગ-138 (કિ.રૂ. 22,800) મળી આવ્યા હતા. આજે પોલીસે આરોપીને ઝડપી લઇ દારૂ કબજે કરી તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે .
દારૂના વેચાણ ના ભાગીદાર ધાર્મીકભાઈ નંદા (રહે. કિશાન ચોક, જામનગર ) તથા દારૂનો જથ્થો સપ્લાય કરનાર આરોપી ભાવેશભાઈ પ્રકાશભાઈ દામા ( રહે. જડેશ્વરપાર્ક, જામનગર) ને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ કાર્યવાહી પો.ઇન્સ. વી.બી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના દ્વારા કરવામા આવી હતી છે.

રિલેટેડ ન્યૂઝ