વોર્ડ નંબર 11માં રૂ.107 લાખ અને ઘાંચીવાડમાં રૂ.161 લાખના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર બનશે
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં કુલ રૂપિયા 18.88 કરોડના કામ અને રૂ. 12.22 લાખ ની આવક ની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક તા. 24-09-2026 ના ધીરેનકુમાર પી. મોનાણી ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 12 સભ્યો ઉપરાંત મેયર મોનીકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશભાઈ વરણવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા
સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અન્વયે રૂા.200 લાખ , તથા સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 11) માં આવા કામ અંગે રૂા.250 લાખ , અને ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 12) રૂા.250 લાખ , લોક ભાગીદારી સ્કીમ અંતર્ગત વોર્ડ નં. 11, ગોકુલ હોન્ડા શો-રૂમથી તીર્થ રેસીડન્સી તથા રાજમોતી બંગ્લોઝ તરફ જતા ટી.પી. સ્કીમ નં. 6 માં સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂા.111.50 લાખ , આરોગ્ય વિભાગની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. 11, હાપા ટી.પી. સ્કીમ નં.2 પ્લોટ નં.71 ઉપર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે બિલ્ડીંગ બનાવવાના કામ અંગે રૂા.107.84 લાખ , વોર્ડ નં. 12, ઘાંચીવાડ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે બિલ્ડીંગ બનાવવાના કામ અંગે રૂા.161.49 લાખ , ચોમાસાની સીઝન દરમ્યાન હાઈડ્રોલીક એસકેવેટર તથા ટ્રેકટર વીથ ટ્રોલી સપ્લાય કરવાના કામ અંગે રૂા. 5 લાખ, સંગમ બાગ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સના વધારાના કામ અંગે રૂા. 4.77 લાખ , ના ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા હસ્તકની ક્ધટ્રીબ્યુશન લેન્ડ રે.સ.નં.325 અને 327 (પટેલવાડી-રાજપાર્ક મેઈન રોડના છેડે) પ્લાન્ટેશન અને મેઈન્ટેનન્સ અર્થે વનવિભાગને સોંપવા અંગે સ્ટે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરવામાં આવ્યું હતું. સમર્પણ સર્કલ થી બેડી બંદર રોડ સુધી ના 45 મીટર પહોળા ડી.પી. રોડ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત નો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક મા આવેલ ફુડઝોન શોપ નં. – (3) પાંચ વર્ષના ઓપરેટીંગ લીઝ ભાડેથી આપવાના કામ અંગે ની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી જેના થી રૂા. 4,61,000 પ્રતિ વર્ષ આવક થશે.
તથા ફુડઝોન શોપ નં.4 ને પાંચ વર્ષના ઓપરેટીંગ લીઝ ભાડેથી આપવાના ની રજુ થયેલ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી જેનાથી પ્રતિવર્ષ રૂા. 7,61,365 ની આવક થશે જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક શાળા નં. 42 ના આધુનિક શાળા નવ નિર્માણ કરવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરાયો હતુ. આમ આ બેઠકમાં કુલ રૂ.18.88 કરોડના ખર્ચ અને રૂ.12.22 કરોડની આવક ની દરખાસ્તો માન્ય રાખવામાં આવી હતી.
