ઉછીના પૈસા આપવાની ના પાડતા મિત્રએ મિત્રની હત્યા કરી

જામનગરના દરેડમાં ખેલાયો ખુની ખેલ

જામનગર નજીકના દરેડ ગામ વિસ્તાર માં રહેતા યુવાન ઉપર તેના જ મિત્ર સહિતના દ્વારા લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારીને હત્યા નીપજાવી હતી. ઉછીના પૈસા આપવાનીના પાડતા ઉશ્કેરાયેલા મિત્ર એ જ આ ખૂની ખેલ ખેલ્યો હતો. જામનગર નજીક ના દરેડ વિસ્તારમાં રહેતા મૂળ બિહાર ના સુગરીમ શ્યામસુંદર મહતો એ ગઈકાલે પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતાના સાળા સૂર્યકાંત ઉર્ફે સુર્યા બિટેશ્વર પ્રસાદ (28) તારીખ 24 ના પોતાના મિત્ર સાથે બેઠા હતા ત્યારે તેના મિત્ર વિમલ પરમાર ત્યાં આવ્યો હતો અને ઉછીના પૈસા માગ્યા હતા. જે પૈસા આપવાની સુર્યા એ ના પાડતા ઉસકેરાયેલા કહેવાતા મિત્ર વિમલ પરમાર ઉપરાંત ખોડાભાઈ , વિરમ ઉર્ફે રાધે અને રવિરાજસિંહ કંચવા એ એક સંપ કરી ને ધોકા વડે હુમલો કરીને ઢીકાપાટુ નો બેફામ માર માર્યો હતો. આથી ગંભીર હાલત માં સૂર્યકાંત ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેનો સારવાર દરમિયાન મૃત્યુ હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે .જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વિ જે રાઠોડ ચલાવી રહ્યા છે.
જાયવા નજીક રસ્તો ઓળંગતા વૃદ્ધનું કાર અડફેટ મૃત્યુ
ધ્રોલ તાલુકાના જાયવા ગામ નજીક રસ્તો ઓળંગી રહેલા એક વૃદ્ધ ને કાર ચાલકે હડફેટ માં લેતા થયેલા અકસ્માતમાં વૃદ્ધ નું મૃત્યુ થયું હતું. મૂળ ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામના અને હાલ વડોદરામાં રહેતા હરજીભાઈ વાલજીભાઈ ચૌહાણ (69) તારીખ 25 ના રાત્રે ધ્રોલ તાલુકા ના જાયવા ગામ નજીક થી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે જીજે 7 – એ આર – 7914 નંબરની કાર ચાલકે તેમને હડફેટે લીધા હતા. આ બનાવ માં ગંભીર ઈજા પામેલ હરજીભાઈ નું મૃત્યુ નીપજતા કાર ચાલક સામે પોલીસ માં ફરિયાદ નોંધાવાઇ છે.

રિલેટેડ ન્યૂઝ