જામનગર જિલ્લાના મેઘપર ગામમાંથી 4 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાંથી મૂળ બિહારના એક શખ્સ ને ચાર કિલો ગાંજા ના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યો છે.
જામનગર જીલ્લામાં યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતુ હોય, શહેરમા પ્રવેશતા નશાકારક પદાર્થ તથા જામનગર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જામનગર પોલીસ ના એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામા આવેલ હોય, લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય ગુનેગાર પણ નશો કરનાર ની માંગ મુજબ ઝેરી વસ્તુઓ પણ વેચવા માંગતા હોય જે અંગે એસ.ઓ.જી.,ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.ચૌધરી તથા મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર એ.એલ.બારસીયા તથા એસ.ઓ.જી., ના પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.એમ.ઝેર ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફ તથા મેઘપર (પડાણા) પો.સ્ટે.ના સ્ટાફના માણસો સંયુક્ત રીતે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમોને શોધી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સયુક્ત રીતે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફ ને બાતમી મળેલ કે, સુનિલકુમાર રામબાબુ રાય ( રહે. મેઘપર ગામ માં આવેલ આર.ઓ. પ્લાન્ટ પાસે ની ઓરડી માં તા.લાલપુર જી.જામનગર મુળ રહેવાસી બિહાર) એ પોતાના ભાડાના મકાનમાં પોતાના કબ્જામાં ગાંજો રાખી તેનુ વેચાણ કરે છે, જેથી સદર જગ્યાએ રેઈડ કરતા રેઈડ દરમ્યાન સુનિલકુમાર રામબાબુ રાય ઓરડી માંથી માદક પદાર્થ ગાંજો 4 કિલો કુલ કિ.રૂ.2,00,000 તથા એક મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા કિ.રૂ.2,11,520 ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો. આથી પોલીસે તેની ધરપકડ કરી હતી .

રિલેટેડ ન્યૂઝ