જામનગરમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી એક્ઝીબીશન

જામનગરમાં ધ નેચર લેન્સ સોસાયટી દ્વારા તા. 2,3 અને 4 ઓક્ટોબર 2026 દરમ્યાન એમ.પી.શાહ ટાઉનહોલમાં ’વાઇલ્ડ આઇસ’ જંગલ સ્ટોરીઝ નામથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી શુક્રવારે સવારે 11 કલાકે એક્ઝીબીશનનું ઉદ્ઘાટન થશે.એ પછી પ્રતિદિન સવારે 10 થી રાત્રે 10 સુધી એક્ઝીબીશન મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે. એક્ઝીબીશનની ખાસ એ વાત છે કે એમાં તેર વર્ષની વયથી લઇ 67 વર્ષ સુધીની વયનાં અને વિવિધ વ્યવસાય સાથે જોડાયેલ 23 વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સનાં ફોટો પ્રદર્શિત થશે.
એક્ઝીબીશનમાં ફોટોગ્રાફરો આનંદ પ્રજાપતિ, અંકુર ગોહિલ, અશ્વિન ત્રિવેદી, ભાવિક પારેખ, ચિરાગ શાહ,ધૈર્ય ઝવેરી, ડિમ્પલ એમ. વરૂ, ડો. ભાર્ગવ રાવલ, ડો. મેહુલ ભડાણીયા, હાર્દિક પાલા, હિરેન ખંભાયતા, હિતાર્થ ઝવેરી, ઈશાન વોરા, જગત રાવલ, જયેશ પટેલ, મનિષ ત્રિવેદી, મિત દવે, પ્રતિક જોશી, રવિરાજસિંહ જાડેજા, ઉર્મિલ ઝવેરી, વરૂણ શાહ, વિશ્વાસ ઠક્કર, યશોધન ભાટીયા નાં ફોટો પ્રદર્શિત થશે.
આ પ્રદશેનમા જામનગરના પક્ષી અભયારણ્ય થી લઈને આફ્રિકાના વન્યપ્રાણી અભયારણ્ય સુધીની તસવીરો નો સમાવેશ કરવામાં આવેલ છે. કુદરત અને વન્ય જીવનની અદ્ભૂત પળોને કેમેરાની નજરે નિહાળવા જનતાને એક્ઝીબીશનની અચૂક મુલાકાત લેવા આયોજકો દ્વારા અનુરોધસહ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ