જીએસટી વિભાગની નીતિ-રીતિ સામે જામનગરમાં ઉદ્યોગકારોની હડતાલ

રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવાયું

જામનગરના જીવાદોરી સમાન ઉદ્યોગના સંચાલકોને જીએસટી વિભાગ દ્વારા આડેધડ નોટીસો ફટકારવા આવતી નોટિસો અને વિભાગની નીતિ રીતિ સામે આજે એક દિવસની હડતાલ પાડવામાં આવી છે અને મૌન સ્કુટર રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. જામનગરનો બ્રાસ્પાર્ટસ ઉદ્યોગ એક મેન્યુફેક્ચરીંગ માટે ભારતનું હબ ગણવામાં આવે છે. આશરે સાતેક હજારથી વધુ કારખાનામાં હજારો શ્રમિકો કામ કરે છે અને આશરે સાડાત્રણેક લાખ લોકોને સીધી કે આડક્તરી રોજગારી પૂરી પાડે છે.
પરંતે છેલ્લા કેટલાક સમય થી ઉદ્યોગકારો જીએસટી વિભાગને ખટકતા હોય, તેમ આડેધડ નોટીસો પાઠવવામાં આવી રહી છે, અને જીએસટી વિભાગની કાર્યપદ્ધતિથી ઉદ્યોગકારો નારાજ છે. અનેક વખત રજૂઆતો છતાં કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા આખરે હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. જામનગર ફેક્ટરી ઓનર્સ એસો., જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસો. ફેસ-ર અને 3 તેમજ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ર8 અને સોમવારે ઉદ્યોગ બંધનું એલાન અપાયું હતું, જે મુજબ આજે તમામ ઉદ્યોગકારોએ બંધ પાળ્યો છે. આ પછી તમામ ઉદ્યોગકારો એકત્ર થયા હતાં અને મૌન સ્કુટર રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે જીએસટી કાયદામાં યોગ્ય અને વ્યવહારૂ સુધારો કરવામાં આવે. જામનગર એ બ્રાસનું હબ હોવાથી સ્ક્રેપ મોટા પ્રમાણે મંગાવવામાં આવે છે. અમુક ધંધાર્થીઓના કારણે નિર્દોષ અને પ્રામાણિક ઉદ્યોગકારોને પણ ભોગવવું પડી રહ્યું છે. હકીકતે પ્રામાણિક ઉદ્યોગકારોને આવી પ્રવૃત્તિથી બાકાત રાખવા જોઈએ, અને જે ખરેખર જીએસટીની ચોરી કરે છે તેને સજા થવી જોઈએ. ગેરકાયદે અને આડેધડ અપાતી નોટીસો બંધ થવી જોઈએ, જીએસટી કાયદાની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ.
જામનગરમાં અત્યાર સુધીમાં 4પ00 જેટલા ઉદ્યોગકારો ને 3391 ડિમાન્ડ નોટીસ ફટકારવામાં આવી છે, જેના માટે રૂમ. ર1પ0 કરોડથી વધુ જંગી રકમની માંગ કરવામાં આવી છે. જામનગરમાં પ્રતિમાસ ર0 હજાર ટન બ્રાસનું ક્ધઝર્વશન થાય છે.આ ઉદ્યોગ દર મહિને 4પ0 થી પ00 કરોડનું સરકારને જીએસટી કર રૂપે ચૂકવે છે. આમ છતાં જીએસટી વિભાગ દ્વારા ઉદ્યોગકારોને પરેશાન કરવામાં આવી રહ્યા છે.આથી ફેક્ટરી ઓનર્સ એસો.ના સેક્રેટરી મેહુલ જોબનપુત્રા, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસો.ના સેક્રેટરી જીગ્નેશ લાવટી અને જામનગર ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી કૃણાલ શેઠ દ્વારા સંયુક્ત રીતે અખબારી યાદી મારફત હડતાલની જાહેરાત કરી હતી. જે મુજબ આજે સવારે ઉદ્યોગકારો ફેક્ટરી ઓનર્સ એસો.ની કચેરી પાસે એકત્ર થયા હતાં અને ત્યાંથી મૌન વિશાલ સ્કુટર રેલી કાઢી જામનગર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી ત્યાં આવેદનપત્ર પાઠવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ