જામનગરમાં મોબાઈલ પર મળેલી અજાણી લીંકથી એપ ડાઉનલોડ કરતા રૂ.9પ હજાર બેંક ખાતામાંથી ચટ

જામનગરના એક યુવાને ત્રણ સપ્તાહ પહેલાં પોતાના મોબાઈલમાં રીલમાં જોવા મળેલી એક ફાઈલ પર ક્લિક કરતા જ લીંક પરથી તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરેલી એક એપના માધ્યમથી ગણતરીની મિનિટોમાં બેંક ખાતામાંથી રૂ.9પ હજાર કપાઈ ગયા હતા. આ મામલો પોલીસમાં લઈ ગયો છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં પોલીસચોકી નજીક રહેતા હીતેશ કલ્યાણજીભાઈ નાખવા નામના યુવાનના મોબાઈલમાં ગઈ તા.4ના દિને ફેસબુકમાં રીલ પર એપીકે નામની ફાઈલ જોવા મળી હતી. આ ફાઈલ પર હીતેશભાઈ એ ક્લિક કરતા લીંક પર થી તે ફાઈલ મોબાઈલમાં ડાઉનલોડ થઈ ગઈ હતી અને તે પછી થોડી જ મિનિટોમાં હીતેશભાઈ ના બેંક ખાતા માંથી રૂ.95 હજાર ટ્રાન્સફર થઈ ગયા હતા.
ઉપરોક્ત રકમ ઓનલાઈન ટ્રાન્સફર થયાનો મેસેજ આવતા હીતેશભાઈએ બેંકનો સંપર્ક કર્યા પછી તે રકમ કપાઈ ગયાનું જણાઈ આવતા તેઓએ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ નંબર ધારક સામે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધ્યો છે. જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી રાઠોડ ચલાવી રહ્યા છે.
ગરબા શીખવા જતા બાળકની ફી બાકી હોવાથી ફડાકા જીકી બે મહિલા સામે ફરિયાદ
જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરવા જતા બાળકની ફી બાકી હોવાથી ફડાકા ઝીંકી દેવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાય છે. જામનગરના રણજીત સાગર રોડ પર વૃંદાવન પાર્કમાં રહતા એડવોકેટ હર્ષિદાબેન જીજ્ઞેશભાઈ રાઠોડ (ઉ.વ.41) નામના મહિલાએ ત્યાં જ ગરબીની પ્રેક્ટિસ કરાવતા સુમનબેન બજાજ, હેમાલીબેન બારોટ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ હર્ષિદાબેન નો પુત્ર રૂદ્ર ઉપરોક્ત મહિલાઓની ગરબીની પ્રેક્ટિસમાં જતો હતો તેની ફી ભરવાની બાકી હતી તેથી સુમનબેને ફડાકો ઝીંકી તેને કાઢી મૂક્યો હતો. તે બાબતે વાત કરવા જતા હર્ષિદાબેનને સુમનબેને જણાવી દીધું હતું કે તું કે તારો દીકરો અહી આવશો તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી.

રિલેટેડ ન્યૂઝ