જામનગરમાં જુનવાણી મકાનની છત તૂટી પડતા ત્રણ ફસાયા ; ફાયર બ્રિગેડે અને લોકોએ તમામને બચાવ્યા

જામનગરના જુના વિસ્તારમાં જર્જરિત મકાનમાં પડતા ત્રણ વ્યક્તિ ફસાયા હતા જેમાં એકને બીજા પહોંચતા સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી. જામનગરમાં ખોજાના નાકા વિસ્તાર , ખીજડા મંદિર પાસે એક મકાન ધરાસાઈ થયું હતું અને મકાનમાં રહેતા ત્રણ માણસો અંદર ફસાયા હોવાની જાણકારી તંત્રને મળી હતી.આથી આથી ફાયર બ્રિગેડ અને મહાનગરપાલિકાના સ્ટાફ તેમજ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ પહોંચ્યા હતા પણ ત્યાં પહોંચ્યા તો સ્થાનીક લોકો એ માણસને સહી સલામત બહાર કાઢેલા હતા અને તેને 108 સોપેલા હતા. મકાન માલિક જીતેન્દ્રભાઈ દિનેશભાઈ હરવરા ની માલિકીનું હાર સાડા ત્રણ દાયકા જૂનું મકાન મા ભાડુઆત તરીકે કનૈયાલાલ ગોવિંદજી ખલજાની (65) , ઇલાબેન કનૈયાલાલ ખલજાણી (ઉંમર વર્ષ 60) અને અફસાનાબેન મકસુદભાઈ ( ઉંમર વર્ષ 30) રહેતા હતા તેમને થોડી ઈજા થઈ હતી .જેમાં અફસાનાબેન વધુ ઇજા થવા પામી હતી તેમને 108 મારપટ મારફત સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ