જામનગરમાં જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા ધંધાર્થીઓને મહાપાલિકા દ્વારા દંડ ફટકારાયો

રાત્રી ચેકિંગમાં 68 હજારનો દંડ કરાયો

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખાસ સ્વચ્છતા ઝુંબેશ ચલાવાઈ રહી છે અને તેમાં પણ રાત્રિ ડ્રાઈવનું પણ આયોજન કરાઈ રહ્યું છે. જે અન્વયે તાજેતરમાં કરાયેલા રાત્રિ ચેકીંગ દરમિયાન કુલ રૂ. 68 હજાર થી વધુ દંડ ની વસૂલાત કરાઈ હતી અને 48 એકમોને નોટીસ આપવામાં આવી હતી. જામનગર મ્યુનિ. કમિશનર દીપેશ કેડીયા દ્વારા ખાસ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરાઈ છે અને શહેરમાં ઠેર ઠેર મૂકવામાં આવેલી કચરા પેટીઓ પર ઉપાડી લેવામાં આવી છે અને તમામ રહેવાસીઓ, દુકાનદારો અને ધંધાર્થીઓને પોતાને ત્યાંથી નીકળતો કચરો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં જ નિકાલ કરવા કડક સૂચના આપવામાં આવી છે.
આમ છતાં પણ કેટલાક ધંધાર્થીઓ દ્વારા ડસ્ટબીનની સુવિધા રાખવામાં આવી ન હતી અને કચરાનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હતો. આથી નાઈટ ડ્રાઈવ દરમિયાન મહાપાલિકાની ટીમ દ્વારા અલગ અલગ સ્થળોએ ચેકીંગ કરી કુલ રૂમ.68750ની રકમની વહીવટી ચાર્જ તરીકે વસૂલાત કરવામાં આવી હતી. તેમજ 48 એકમોને નોટીસ પાઠવવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ