229 કિલો વાસી ખાદ્યચીજોનો નાશ
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ દ્વારા છેલ્લા નવરાત્રિ સહિતના કેટલાક દિવસોમાં 8ર પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. 11 પેઢીને રૂમ. 60 હજારનો દંડ કરાયો હતો. કુલ 229 કિલો ખાદ્યપદાર્થોનો નાશ કરાયો હતો.
જામનગર મહાનગર5ાલિકાના કમિશ્નર દિપેશ કેડીયાના માર્ગદર્શન હેઠળ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્ટોલ વિગેરે માં ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસરની ટીમ દ્વારા છેલ્લા કેટલાક દિવસો દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ, રેકડી (ફેરીયા), વિગેરે 82 પેઢીમાં તપાસ કરવામાં અવી હતી અને 13 પેકેટ્સ, 3 લીટર સુગર શીરપ, 229 કિલો વાસી જથ્થો અનહાઈજેનિક જણાતા તેનો નાશ કરાયો હતો. તેમજ 30 કિલો ખાદ્યતેલનો નાશ કરાયો હતો. ઉપરાંત 8 કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ કરાયો હતો અને સ્વચ્છતાના ઉચ્ચત્તમ ધોરણો જાળવવા સૂચના આપવામાં આવી હતી.
તપાસમાં 11 પેઢીમાંથી અનહાઈજેનિક પ્રેકટીસ જણાતા 60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત તપાસ દરમિયાન અનહાઈજેનિક કંડીશન જણાતા 229 કિલો વાસી ખોરાક તથા 1 પેકેટ કલર અને 3 લીટર સુગર સીરપન અનહાઈજેનિક જણાતા નાશ કરાયો હતો.
