જામનગરના મોટી ખાવડીમાંથી 10 કિલો ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા

જામનગર નજીકના મોટી ખાવડી ગામમાં એક મકાનમાં ગઈકાલે મેઘપર પોલીસે પૂર્વ બાતમીના આધારે પાડેલા દરોડામાં 10 કિલો 118 ગ્રામ ગાંજા સાથે બે પરપ્રાંતીય ઝડપાઈ ગયા છે. આ શખ્સોએ સપ્લાયરનું નામ આપ્યું છે. રૂ..પ લાખ થી વધુના ગાંજા નો જથ્થો કબજે કરી પોલીસે ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડીની સીમ વિસ્તારમાં ગુપ્તા કોલોનીમાં એક શખ્સના મકાનમાં ગાંજાનો જથ્થો મંગાવીને રાખવામાં આવ્યો હોવાની બાતમી મેઘપર પોલીસ સ્ટેશન ના સ્ટાફ અને મળી હતી. જેના આધારે ગઈકાલે બપોરે ગુપ્તા કોલોનીમાં મકાન માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે રહેતા મૂળ ઉત્તર પ્રદેશના મુકેશ કુમાર પ્રેમચંદ મિશ્રા તથા હફીઝખાન ફૈઝુલ્લાખાન નામના બે શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સોના કબજામાંથી 10 કિલો 118 ગ્રામ ગાંજાનો જથ્થો સાંપડ્યો છે. પોલીસે રૂ.5,16,400 નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા આ શખ્સોએ ઉત્તર પ્રદેશના વિજય શંકર પાંડે પાસેથી ગાંજો લીધાની કબૂલાત આપી છે. ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ