જામનગરમાં ’સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલનું મેયર મોનિકાબેનના હસ્તે શુભારંભ

વોકલ ફોર લોકલનો સંકલ્પ સાકાર

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર તથા ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ’સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ 2026’નું તા.26 ઓક્ટોબર ના જામનગર ના મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ ના હસ્તે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન દેશભક્તિ ગીતનો ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જામનગર ની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ માં તા. 26 ઓક્ટોબર થી તા. 6 નવેમ્બર, 2026 દરમિયાન આ મેળા નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ’આત્મનિર્ભર ભારત’ અને ’વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવામાં આ સ્વદેશી મેળો એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. આવા આયોજનો થકી સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને મહિલા સ્વસહાય જૂથોને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન મળે છે, જેનાથી તેઓને આત્મનિર્ભર બનવાની ઉત્તમ તક પૂરી પડે છે.” તેમણે નગરજનોને મેળાની અચૂક મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.
આ મેળાનો સમય દરરોજ સવારે 10 કલાકથી રાત્રે 10 કલાક સુધીનો રહેશે. જેમાં સ્વસહાય જૂથો, સખી મંડળો, સ્થાનિક કલાકારો, હસ્તકલાકારો, શહેરી ફેરિયાઓ તથા નાના વેપારીઓને પોતાનાં સ્વદેશી ઉત્પાદનો અને હસ્તકલાની વસ્તુઓના વેચાણ તથા પ્રદર્શન માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
મેળા દરમિયાન રાત્રિના સમયે વિવિધ આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તા. , તા.30 ના ડોલર મહેતાની મ્યુઝિકલ નાઈટ , 1 નવેમ્બર ના ’ગમતાં નો કરીએ ગુલાલ’ – બિમલ ઓઝા અને સાથી કલાકારોના સંગે ગુજરાતી અને હિન્દી ગીતો તથા ગઝલનો ગમતીલો કાર્યક્રમ. ઉપરાંત તા.3 અને 5 નવેમ્બર નગરજનો માટે ’સરપ્રાઇઝ પરફોર્મન્સ’ રજુ થશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેર સહિત આસપાસના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ પરિવાર સાથે પ્રદર્શન ગ્રાઉન્ડ માં યોજાઈ રહેલા આ સ્વદેશી મેળાની મુલાકાત લે. સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને સ્થાનિક રોજગારમાં સહભાગી બને અને સાથે જ આ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ઉત્સવને મનભરીને માણે. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર રાકેશભાઈ ડેર, ચેરમેન સ્ટે.કમિટી ધીરેનકુમાર મોનાણી, કમિશનર દીપેશ કેડિઆ .શહેર ભાાજપ અધ્યક્ષા શ્રીમતી બીનાબેન કોઠારી, શાસકપક્ષ નેતા અમર મોદી,.દંડક શ્રીમતી પ્રવિણાબેન રુપડીયા, સાંસ્કૃતિક સમિતિના શ્રીમતી હર્ષાબા જાડેજા, ન.પ્રા.શિ.સ. ના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, પોરબંદર જીલ્લા પ્રભારી ડો.વિમલભાઈ કગથરા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કાનાણી, મૃગેશભાઈ દવે તથા વિજયસિંહ જેઠવા, નાયબ કમિશનર ડી.એ.ઝાલા , મ્યુ.સભ્યઓ તથા અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ