જામનગરમાં ફુડ શાખા દ્વારા મીઠાઈ ફરસાણના 19 નમુના લેવાયા

જામનગર મહાનગરપાલિકાની પુર શાખા દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને મીઠાઈ ફરસાણા ના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકા ના કમિશનર દિપેશ કેડિયાની સૂચનાથી ફુડ ઈન્સ્પેક્ટર એન પી જાસોલીયા અને તેની ટીમ દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને શહેરના મીઠાઈ ફરસાણ ના વેપારીઓને ત્યાંથી નમુના લેવામાં આવી રહ્યા છે.
આજે અને તાજેતરમાં જ શીખંડ સમ્રાટ માંથી મિક્સ કઠોળ નો ચેવડો, કાજુ કતરી અને નાયલોન ચવાણા , ગુલાબ નગરન કમલ ફરસાણ માંથી દાળ-મૂઠ નમકીન , ત્રવાડી ઉમિયાશંકર કાલિદાસ માંથી ચોકલેટ પેંડા (ખંભાળિયા રોડ) , ગ્રેઇન માર્કેટ ની જય પુનાતર કંપની માંથી કપાસિયા તેલ ( ગુલાબ બ્રાન્ડ) , યમુના એન્ટરપ્રાઇઝ માંથી વેસણ , સેન્ટ્રલ બેન્ક માર્ગની ન્યુ જામ વિજય માંથી કચોરી, ફાફડા ગાંઠિય અને પૌવાનો ચેવડો , વ્યસ એન્ડ વ્યાસ માંથી થાબડી , પેંડા અને રાજસ્થાની મિક્સ , દિનેશ બંગાલી મીઠાઈ વાળા ને ત્યાંથી કલકત્તી પ્લાઝા.અને કેસરી પેંડા , બજરંગ ઢોસા માંથી ઢોસા નુ ખીરુ અને ઈડલી ના ચટણી સંભાર , પટેલ પેંડા વાળા ને ત્યાંથી મેંગો બરફી , રણજીત રોડની હરી ઓમ નામની દુકાનમાંથી મોહનથાળ અને કિરીટ ફરસાણમાંથી ટોપરાપાક ના નમુના લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ