કેશોદમાં પોલીસ સ્ટેશનના સામે આવેલી બે દુકાનમાં ચોરી

જુનાગઢ તા. 27
આજે કેશોદ પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ તસ્કરોએ પોલીસ સ્ટેશન સામે જ બે દુકાનોમાં ત્રાટકી રૂ. 20 હજાર જેવી માતાની ચોરી કરી ગયા હતા.
કેશોદ પોલીસ ચોકી સામે આવેલ ભગવતી પ્લાસ્ટીક તેમજ બાંસુરી સ્પેર પાર્ટ દુકાનોની પાછળની બારી તોળી આજે તસ્કરો દુકાનમાં ઘુસ્યા હતા અને ટેબલના ખાનામાં રહેલ પરચુરણ સહિત રોકડ રૂ. 20 હજાર જેટલાની ચોરી કરી નાસી ગયા હતા.
સાથોસાથ કેશોદના ભોગ બનનાર વેપારીઓની ફરીયાદ પણ ઉઠવા પામી છે કે ઘણા કિસ્સામાં પોલીસ ફરીયાદ લેવાનું ટાળે છે, તથા આ અગાઉ પણ શહેરમાં અનેક દુકાનો તૂટી છે ત્યારે પોલીસે સઘન પેટ્રોલીંગ શરૂ કરવું જોઈએ.

રિલેટેડ ન્યૂઝ