જુનાગઢમાં મહારાણી લક્ષ્મીબાઈની પ્રતિમાના હાથમાંથી તલવાર ગુમ

જુનાગઢ તા.4
જુનાગઢ શહેરની વીરાંગના લક્ષ્મીબાઈની પ્રતિમાની તલવાર અચાનક ગુમ થઈ જવા પામતા શહેરમાં અનેક તર્ક વિતર્ક અને આ બાબત સોશીયલ મીડીયામાં પણ એટલી ચગ્યા બાદ ઝાંસીની રાણીની પ્રતિમાની તલવાર પાછી આવી ગઈ છે!
શૌર્યતાના પ્રતિક સમી વિરાંગના ઝાંસીની રાણીની જુનાગઢ ખાતે સરદારબાગ નજીક એક પ્રતિમા મુકવામાં આવી છે. અન્યાય સામે લડનાર આ વીરાંગનાની પ્રતિમા પાસે જ શહેરના મોટાભાગના ધરણા આંદોલનના મંડાણ અને કલેકટર ડીએસપી કચેરી અંહીંથી નજીક થતી હોવાથી રેલીઓનો પ્રારંભ થાય છે. ત્યારે આ પ્રતિમાની તલવાર છેલ્લા થોડા દિવસથી ગાયબ થઈ ગઈ હતી અને આ બાબત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દરમ્યાન ગઈકાલે શુક્રવારે જુનાગઢની કોલજીયન ક્ધયાઓએ મનપાને જે કામગીરી કરવાની હોય તેની ઉપેક્ષા થતા ઝાંસીની રારીની સફાઈ કરી પ્રતિમાને હારતોરા કર્યા હતા. તે દરમ્યાન જ મનપા, ભાજપ રાજકીય પક્ષો સંઘ વીએચપી કે સેવાભાવી સંસ્થાએ ઝાંસીની રાણીની પ્રતિમા તલવાર વગરની થઈ છે તેની ખેવના કરી ન હતી. પરંતુ કોઈ યુવકો દ્વારા તલવાર લવાઈ હતી અને પ્રતિમાનો હાથમાં મુકતા તલવારની ઝાંસીની રાણીની પ્રતિમામાં કરી શૌર્યતાના દર્શન થવા લાગ્યા હતા અને પ્રતિમા સોહામરી બની હતી.

રિલેટેડ ન્યૂઝ