માણાવદર, તા.15
માણાવદર ભાજપ સરકારના કેબીનેટ મંત્રી જવાહર ચાવડાની ઓફિસ નજીક જીનીંગ સહિત એક સ્થો ચાર સ્થળે એક જ રાતમાં ત્રસ્કરો ત્રાટતા હાહાકાર મચાવી દેતા ફફડાટ વ્યાપી ગયો હતો.
માણાવદર શહેરમાં છેલ્લા 15-15 દિવસથી તસ્કરોએ 35 હજારની જનતામાં ચોરી કરીને ભયાનક ખોફ ફેલાવી દીધો છે કે ઘણાને તો રાત્રીના નિંદર હરામ થઇ ગઇ છે, 15 દિ પહેલા શહેરના જુની એક્ષચેંજ લાયન્સ સ્કુલ રસ્તા પાસે અનાજ કરિયાણાની દુકાનમાંથી તેલના ડબ્બા, કાજુ-બદામ જેવો સુકો મેવો સસ્તા અનાજમાંથી પરચૂરણ તો હાઇસ્કુલ પાછળની ગલીમાં ઘરના તાળા તોડીયા તેમાં કાંઇ મળ્યું ન હતું તો બે દિવસ પહેલા શહેરના બાગ દરવાજા પાસે ધોળે દિવસે અનાજ કરીયાણાની દુકાનમાંથી 20 થી 25 હજાર રોકડાનો હાથ ફેરો ગ્રાહકના સ્વાંગમાં કોઇ કરી ગયું તેમાં ફરિયાદ થઇ નથી, અરજી આપી છે, ઘણા લોકોએ ફરિયાદ કરવાનું પણ માંડી વાળ્યું કાંઇ ગયું નથી તેથી હજી આ બનાવના સમાચારોની શાહી નથી સૂકાઇ તેમ 12 દિવસ પહેલા રોયલ જીનીંગમાં 4 થી 5 યુવાન જેવા દેખાતા તસ્કરો ત્રાટક્યા કાંઇ ગયું નહીં ઓફિસના તાળા તોડી ફાઇલોના ઘા કરી નાખ્યા ત્યાંથી તેજ રાત્રીએ વિરલ ઇન્ડ.માં ત્રાટક્યા પાછળની ગ્રીલ તોડી પ્રવેશ કરી 14 થી 15 મણની એટલે કે આશરે 300 કિલો તોતીંગ વજનવાળા તિજોરી આખે આખી લઇ જઇને ખેતરમાં નાખી ગયા ત્યાંથી 80 થી 90 હજાર રોકડા ગયાની ફરિયાદ થઇ હતી આ કેવા તાકાતવર તસ્કરો કે 15 મણની તિજોરી આખી આખી ઉપાડી ખેતરમાં ઘા કરી ગયા હતાં. આ બનાવનોની શાહી સુકાઇ નથી ત્યાં ફરી રાત્રીના તા.13ના એક સાથે 4-4 જીનીંગોમાં ત્સકરો ત્રાટક્યા હતા.
ભાજપ સરકારના કેબીનેટ મીનીસ્ટર જવાહરભાઇ ચાવડાની ઓફિસથી નજીક એક જીનીંગમાં પણ ત્રાટક્યા હતા બનાવની શરુઆત રાત્રીના 12-45 કલાકે જે.કે. ઇન્ડ. મીતડી રોડ ઉપર આવેલ જીનીંગમાં ત્રાટક્યા પાછળની દિવાલ ઠેકી બે તસ્કરો જે.કે. ઇન્ડ. ગ્રાઉન્ડમાં ધીમા પગલે ઓફિસ સુધી પહોંચે છે, ઓફિસમાં બારીમાંથી નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે ત્યાંના ચોકીદાર થોડે દૂર ઠેકી સ્વેટર પહેરી બહાર આવ્યા તો બે તસ્કરોને નિહાળતા લાઇટ કરી તો તસ્કરો ભાગ્યા ચોકીદારે અંદર સુતેલા બીજા કભર્મચારીને ઉઠાડી ગ્રાઉન્ડમાં તપાસ કરી તો રફુચક્કર થઇ ગયા હતા ત્યાંથી બુટાણી જીનીંગમાં ગયા ત્યાં પણ કાંઇ હાથ ન લાગ્યું તો ત્રીજી જગ્યાએ મીનીસ્ટરની ઓફિસ નજીકથી જીનીંગમાં ગેઇટ ટપી ગયા ત્યાં સીસી ટીવી કુટેજમાં કેદ થયા તેમાં કોઇ જાગી જતા તાત્કાલીક પોલીસ સ્ટેશને જાણ કરી તાત્કાલીક પોલીસ ઘટના સ્થળે પહોંચી પેટ્રોલીંગ કર્યું ત્યાંથી પોલીસ માર્શલ જીનીંગમાં જઇ ચોકીદારને સજાગ રહેવા જાણ કરી ખરી હજી તેઓ ત્યાંથી નીકળી ગયાના થોડા સમયમાં જ માર્શલ જીનીંગના પાછળ ખેતરમાં વંડી ટપી બારીની ગ્રીલ તોડી ઓફિસના ખાનામાં રહેલા 3 લાખ 48 હજાર રોકડા લઇ તસ્કરોએ ફરાર થઇ ગયા હતા.
એક રાત્રીમાં 4-4 સ્થળે તસ્કરો ખુલ્લેઆમ બે ખોફ જીનીંગોમાં નીકળી પડ્યા છે ત્યારે 35 હજારની જનતામાં ભયાનક ખોફ બેસી ગયો ઘણાની નીંદર હરામ થઇ ગઇ તેમ લોકચર્ચા ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જે.કે. ઇન્ડ.માં સીસી ટીવી કુટેજ બુટાણી જીનીંગ તથા આરતી જીનીંગમાં કુટેજ છે તે પોલીસે લઇ સઘન તપાસ આદરી છે કુટેજમાં 25 થી 30 વર્ષના જુવાનીયાઓ જણાય છે નકકી કોઇ જાણ ભેદુ હોવો જોઇએ નહીં તો અટપટા જીનીંગ એરીયાના રસ્તા જોયા ન હોય ક્યાંથી ક્યાં નીકળી શકાય.
બીજી બાજુ શહેરમાં સીસી ટીવી નાખવાની મીટીંગ એક વર્ષ પહેલા એસપીએ કરેલ પરંતુ હજુ સુધી કોઇ જ અમલવારી થઇ નથી માત્રને માત્ર વાતોના વાતો થયા હોવાની પ્રજાજનોમાંથી ફરિયાદ ઉઠવા પામી છે.
