માણાવદર,તા.28
માણાવદર પાલિકામાં થોડા દિવસ પહેલા જ કલેકટરને નિર્મળસિંહ ચુડાસમા કે જેઓ પ્રમુખ પદ ઉપરથી ફરજ મોકુફ રખાયા તેણે પ્રમુખ પદ ઉપરથી રાજીનામુ આપી દીધું. પરંતુ જીલ્લા કલેકટરે હજી મંજુર કેમ નથી કર્યું? શું કોઇ રાજકીય દબાણ છે? તો રાજીનામુ મંજુર કરવામાં રાહ કોની જોવાય છે. તેવી ઠેર ઠેર ચર્ચા થઇ રહી છે.
હજી રાજીનામું પ્રકરણ પુરૂ નથી થયું ત્યાં પાલિકાના મુળ કોંગ્રેસી અને ભાજપ સાથે પક્ષપલટો કરી ભાજપમાં કેબીનેટ મંત્રી સાથે જોડાયા તેવા 11 સભ્યોએ એક લેખીત સહી સાથે પત્ર હાલના ઇન્ચાર્જ પ્રમુખને સંબોધી તાત્કાલીક રીકવીઝેશન બેઠક બોલાવવાની માંગણી સાથે દર્શાવેલ વિગતોનુસાર ખળભળાટ મચાવી દિધો છે. જેમાં લખેલ છે કે ન.પા.ની જાહેર નિવિદા 684 ત્રણ કામો ઇટેન્ડરીંગથી ભાવો મંગાવવામાં આવેલ હતા. તે અન્વયે ટેન્ડર રજુ થયેલ હતા. અમારી જાણ મુજબ રજુ થયેલા ટેન્ડર ન.પા. માટે ફાયદાકારક હતા છતાં કોઇપણ કારણ વગર કારોબારી સમિતિએ ટેન્ડર ના મંજુર કરેલ છે. જેથી ફરીથી જાહેર નિવિદા આપવાનો પ્રશ્ર્ન ઉભો થયેલ છે. આથી ન.પા.ને થયેલ ખર્ચ માટે જવાબદાર કોણ? વિગેરે બાબતે ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવા બાબત ન.પા. માણાવદરની જાહેર નિવિદાઓ નં.1056 તા.26/12 ત્રણ કામો માટે ઇ-ટેન્ડરીંગથી ભાવો મંગાવવામાં આવેલ હતા જે છેલ્લી ઘડીએ ન.પા.ની જાહેર નિવિદાઓ જાવક નં.38 તા.8/1 થી કોઇપણ કારણ વગર રદ કરવામાં આવેલ છે. તેથી ફરીથી જાહેર નિવિદા આપવાનો પ્રશ્ર્ન ઉભો થયેલ છે. જે ખર્ચ અનગે જવાબદારી કોની? નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ જનરલ બોર્ડને વિશ્ર્વાસમાં લીધા સિવાય નિર્ણયો કરી રહેલ છે. તેથી ઇન્ચાર્જ પ્રમુખના નિર્ણયને જનરલ બોર્ડમાં બહાલી મળી શકે એમ નથી. તેથી ઇન્ચાર્જ પ્રમુખ જનરલ બોર્ડને વિશ્ર્વાસમાં લીધા સિવાય કોઇ નિર્ણયો કરે નહી આવશ્યક સેવાઓ સિવાય કોઇ ખર્ચ કરે નહી તેમજ ઇન્ચાર્જ પ્રમુખે કરવાના ખર્ચની મર્યાદા નકકી કરવા તેમજ જનરલ બોર્ડની પુર્વ મંજુરી સિવાય આવશ્યક સેવા સિવાય કોઇ ખર્ચ કરે નહી તેવી ચર્ચા વિચારણા કરવા તાત્કાલીક રીકવીઝેશન બોલાવવાની માંગણી કરેલ છે. ફરી રીકવીઝેશન બેઠકની માંગણી તો કરાય છે પરંતુ તે માટે સ્પષ્ટ બહુમતી છે ખરી? કેમ કે 15 સભ્યોમાંથી પોતાના જ 4 સભ્યોએ આ માંગણી પત્રમાં સહીઓ નથી કરી એટલે કે તેની સાથે નથી તે સ્પષ્ટ પણે જોઇ શકાય છે. ત્યારે હમણા જ બહુમતીથી પાલિકાના કોન્ટ્રાકટર બહુમતીથી ઠરાવ કરી રદ કરાયેલ છે ત્યારે જોવું રહ્યું શું થાય છે.
